'પિનકોડ' હવે ભૂતકાળ બની જશે! DIGI પિનકોડ બનાવ્યા બાદ સરનામું આપવાની જરૂર નહીં રહે
India Post unveils DIGIPIN: તમારુ ઘર ક્યાં છે, એડ્રેસ મળતું જ નથી જેવી ફરિયાદ સાથે હવે તમને કોઈનોય ફોન આવશે નહિ. આ કમાલ છે DIGI પિનની. હા, ભારત સરકારના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે હવે ડીજીપિન વિકસાવી છે. તેમાં દરેક વ્યક્તિ પોતાના ઘર અને ઓફિસનો અલગ ડીજીપિન જનરેટ કરી શકશે. આ ડીજીપિનને કારણે ઘર અને ઓફિસનું એક્ઝેટ લોકેશન જોઈ શકાશે. એડ્રેસ શોધવા માટે કોઈને પણ પૂછવાની જરૂર ઊભી થશે નહિ. એકવાર તમે તમારો ડીજીપિન ડેવલપ કરી લેશો તો પછી પોસ્ટલ એડ્રેસમાં તમારે પિનકોડ લખવાની જફા પણ કરવી પડશે નહિ. આ ડીજીપિનના 10 અક્ષરના આલ્ફાન્યુમરિક કોડની મદદથી તમારા ઘરનું એકદમ ચોક્કસ લોકેશન જાણી શકાશે.
વસ્તુની ડિલીવરી સરળતાથી પોસ્ટ ડિપાર્ટમેન્ટે ડીજીપિન ડેવલપ કરી
ભારત સરકારના પોસ્ટ ડિપાર્ટમેન્ટે ડીજીપિન ડેવલપ કરી છે. તેની પાછળનો મૂળભૂત હેતુ તમારી કોઈપણ વસ્તુની ડિલીવરી એકદમ સરળતાથી થઈ જાય તે જોવાનો છે. એડ્રેસ શોધવા માટે કોઈને પૂછવાની કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની તકલીફથી છુટકારો મળશે.
ડીજીપિનથી ઘર કે ઓફિસનો એક્ઝટ લોકેશન જાણી શકાય
ડીજીપિન 10 અક્ષર આલ્ફાન્યુમરિક કોડ એટલે કે અને આંકડા અને અક્ષરનો મિક્સ કોડ છે. આ કોડ પ્રોપર્ટીનું અત્યંત ચોકસાઈપૂર્ણ લોકેશન બતાવે છે. અત્યાર સુધી ચાલી રહેલી પિનકોડ સિસ્ટમમાં બહુ જ મોટા એરિયામાં આવેલી મિલકતોમાંથી તમારી મિલકત કઈ છે તે શોધી કાઢવાની ઝંઝટ કરવી પડતી હતી. હવે ડીજીપિનથી ઘર કે ઓફિસનો એક્ઝટ લોકેશન જાણી શકાય છે.
ડીજીપિન જનરેટ કરવા માટે સરકારની વેબસાઈટ પર જઈને તેના પર તમારા ઘરનું કે ઓફિસનું લોકેશન શોધી કાઢીને તમે પોતે જ તમારો યુનિક કોડ જનરેટ કરી શકશો. યુનિક કોડ જનરેટ થઈ ગયા પછી દૂરસુદૂરના કે ગામડાંના અંતરિયાળ વિસ્તારમાં પણ ઘર શોધવામાં તકલીફ પડશે નહિ.
હવે એકઝેટ લોકેશન શોધવામાં તકલીફ નહિ પડે
ઓનલાઈન શોપિંગ કરનારા, લોજિસ્ટિકની એટલે કે માલની હેરફેર કરવાની સેવા પૂરી પાડનારાઓ અને કોઈ ઈમરજન્સીમાં કોઈને ફોન કર્યો હોય તો 108 જેવી સુવિધા આપનારાઓને ઘર કે ઓફિસ કે જે તે લોકેશન શોધી કાઢવામાં જરાય તકલીફ પડશે નહિ. એડ્રેસ પર ડિલીવરી કરવામાં અત્યારે જે ભૂલ થાય છે તે ભૂલ થવાની સંપૂર્ણપણે અટકી જવાની સંભાવના છે.
ડીજીપિન રાષ્ટ્રીય સ્તરની જિયો કોડેડ એડ્રેસ સિસ્ટમ છે
ઓનલાઈન વસ્તુની ખરીદી કરનાર ડીજીપિન આપી દે તો તેમણે મંગાવેલા પ્રોડક્ટ્સની ડિલીવરી બીજે થવાની સંભાવના નહિવત થઈ જશે. ડિલીવરી આપવાની કામગીરી ઝડપી બની જશે. ડીજીપિન રાષ્ટ્રીય સ્તરની જિયો (ભોગોલિક વિસ્તારના કોડ)કોડેડ એડ્રેસ સિસ્ટમ છે. ડીજીપિન વાસ્તવિક લોકેશનની એકદમ નજીક એટલે કે દસથી પંદર ફૂટ સુધીના અંતરે પહોંચાડી શકશે. અક્ષાંશ અને રેખાંશને આધારે ડીજીપિન લોકેશન ફિક્સ કરતી હોવાથી એડ્રેસ શોધવામાં તકલીફ પડતી નથી.
આ પણ વાંચો: મૈતેઇ સમુદાયના લીડરની ધરપકડથી મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, 5 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ
ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે ડીજીપિન વધુ અનુકૂળ
વર્તમાનમાં પિનકોડ નંબરને આધારે એડ્રેસ શોધવું પડે છે. ગૂગલ મેપ કરતાંય વધુ ચોકસાઈથી ડીજીપિન લોકેશન સુધી લઈ જાય છે. ગામડાં કે જંગલ વિસ્તારના કે સમુદ્રની વચ્ચે આવેલા એડ્રેસનું લૉકેશન પણ શોધી શકે છે. ડીજીપિનનો ઉપયોગ કરનારનું ટપાલ માટેની સરનામું બદલાઈ જશે નહિ. હા ડીજીપીન જનરેટ કરી દિહ પછી એડ્રેસને વધુ સ્પેસિફિક બનાવવું પડશે નહિ. પિન કોડ તમને વિસ્તારમાં, શેરી સુધી લઈ જઈ શકે છે. પરંતુ ડીજીપિન તમારા ઘર કે ઓફિસથી 12થી 15 ફૂટના અંતર સુધી ટપાલીને કે ડિલીવરી મેનને લઈ જઈ શકે છે. ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે ડીજીપિન વધુ અનુકૂળ બને તેવી સંભાવના છે.
તમે તમારો ડીજીપિન ક્યાં જનરેટ કરશો?
હવે દરેક ઘર માલિક કે ઓફિસ માલિક પોતાનો ડીજીકોડ ઓનલાઈન જનરેટ કરી શકશે. ડીજીકોડ કે ડીજીપિન એ ડિજિટલ પોસ્ટલ ઈન્ડેક્સ નંબર છે. સરકારે તેને માટે વેબસાઈટ ચાલુ કરી છે. આ વેબસાઈટ પર જઈને દરેક વ્યક્તિ પોતાનો ડીજીકોડ જનરેટ કરી શકશે. તેને માટે દરેક વ્યક્તિએ ડીજીપિન પોર્ટલ https://dac.indiapost.gov.in/mydigipin 10 આંકડાના કોમ્બિનેશનવાળો ડીજીપિન જનરેટ કરવાનો રહેશે.
ડીજીપિન જનરેટ કરનારનું જિયોલોકેશન આધારિત એક્ઝેટ એડ્રેસ જાણીને એકદમ ચોકસાઈ સાથે તે ઘરે પહોંચીને ટપાલની કે ઓનલાઈન મંગાવેલી વસ્તુઓની ડિલીવરી આપી શકાય છે. ડીજીપિન માટે ટપાલ ખાતાએ https://digipin.cept.gov.in ડીજીપિન જનરેટ કરવાની સુવિધા આપી છે. બંને પ્લેટફોર્મ ભારત સરકારના પોસ્ટલ વિભાગે ડેવલપ કરેલા છે. આઈઆઈટી હૈદરાબાદ અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર હેઠળ કામ કરતાં નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના સહયોગથી આ ડીજી પોર્ટલ વિકસાવવામાં આવેલા છે.