Get The App

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ગંભીર આર્થિક સંકટમાં, સ્ટાફને પગાર ચૂકવવાનાય વાંધા છે

- ગયા વરસે જોરશોરથી આ બેંક શરૂ કરી હતી

Updated: Oct 24th, 2019

GS TEAM


Google News
Google News
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ગંભીર આર્થિક સંકટમાં, સ્ટાફને પગાર ચૂકવવાનાય વાંધા છે 1 - image

નવી દિલ્હી, તા. 24 ઓક્ટોબર 2019 ગુરૂવાર

માત્ર એક વર્ષ પહેલાં ધામધૂમથી શરૂ કરાયેલી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ગંભીર આર્થિક સંકટનો ભોગ બની હોવાના અહેવાલ વહેતા થયા હતા.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ પોસ્ટ વિભાગને એવું લાગે છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકથી તાર ટપાલ ખાતાને કોઇ ફાયદો થતો નથી.એટલે બેંકે નવી ભરતી પર પ્રતિબંધ લાદી દીધો હતો. 

તાર ટપાલ ખાતું હવે આ બેંકને નાનકડી ફાઇનાન્સ બેંકમાં પરિવર્તિત કરવા માગે છે અને એ માટે રિઝર્વ બેંક પાસે પરવાનગી માગી હતી. રિઝર્વ બેંક પરવાનગી આપશે તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક નાનકડી ફાઇનાન્સ બેંકમાં ફેરવાઇ જશે ત્યાર બાદ એ બેંક એક લાખ રૂપિયાથી વધુ રકમની ડિપોઝિટ સ્વીકારી શકશે.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

જાણકાર સૂત્રોના કહેવા મુજબ આ બેંક શરૂ થઇ ત્યારે જ એના પાયામાં ખોટ હતી. એની ટેક્નિક પાછળ મબલખ ખર્ચ થયો હતો. ટેક્નિક પાછળ 1000 કરોડનો ખર્ચ થયો હતો જે જરૂરી નહોતો. ત્યારબાદ મેનપાવર પાછળ પણ ખૂબ ખર્ચ થયો હતો. 

આમ ધીરે ધીરે બેંક પ્રગતિને બદલે નુકસાન કરવા લાગી. હવે ખર્ચબોજ અસહ્ય બની રહ્યો હતો એવું આ સૂત્રોએ કહ્યું હતું. આ સૂત્રોના કહેવા મુજબ જ્યારે પીએમસી અને અન્ય મોટી બેંકો નાદારીની સ્થિતિમાં ફેરવાઇ ગઇ હોય ત્યાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ જેવી બેંક કઇ રીતે નફાકારક ચાલે એ વિચારવા જેવું હતું.

Tags :