Get The App

ભારત-ફિલિપાઇન્સ પ્રેફરેન્શ્યલ ટ્રેડ એગ્રીમેન્ટ કરશે : ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડો માર્કોસ

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
ભારત-ફિલિપાઇન્સ પ્રેફરેન્શ્યલ ટ્રેડ એગ્રીમેન્ટ કરશે : ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડો માર્કોસ 1 - image

- ફીક્કીએ ગોઠવેલી ભારત-ફિલિપાઇન્સ CEOની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં માર્કોસે કહ્યું : અમે PTA બને તેટલો વહેલો કરવા માગીએ છીએ

નવી દિલ્હી : એશિયાનાં સૌથી વધુ ઝડપથી વિકસી રહેલાં અર્થતંત્રો ભારત અને ફીલીપાઈન્સ બંને વચ્ચે પ્રેફરેન્શ્યલ ટ્રેડ એગ્રીમેન્ટ કરવાના છે. ભારતની મુલાકાતે આવેલા ફીલીપાઈન્સના પ્રમુખ ફર્ડીનાન્ડ માર્કોસ (જુ.) એ દિલ્હીમાં યોજાયેલી ભારત અને ફીલીપાઈન્સની કંપનીઓના સી.ઈ.ઓની રાઉન્ડ-ટેબલ કોન્ફરન્સમાં કરેલાં સંબોધનમાં પ્રમુખ માર્કોસે કહ્યું કે પ્રેફરેન્શ્યલ ટ્રેડ એગ્રીમેન્ટ વહેલામાં વહેલી તકે અમલી બને તે માટે અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ. તે માટે બંને દેશોની સરકારો તથા બંને દેશોની ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સતત પ્રયત્નશીલ છે. તે માટે વિધિવત્ કાર્યવાહી કરવા માટે પણ અમે પગલાં લઇ રહ્યા છીએ. તેઓએ વધુમાં કહ્યું ભારત અને ફીલીપાઇન્સ નૈસર્ગિક રીતે જ આર્થિક ભાગીદારો છે તેને યુવા કૌશલ્યકારો બળ આપે છે. અમે સ્થિતિસ્થાપક અને નવીનીકરણ અર્થતંત્ર દ્વારા અમારા દેશોની જનતાને વધુમાં વધુ સહાયરૂપ થવા માગીએ છીએ.

તેઓએ વધુમાં કહ્યું કે ભારતીય રોકાણકારોને આકર્ષવા અમે બહુવિધ પગલાં લઇ રહ્યાં છીએ જેથી તેઓને ઉદ્યોગો સ્થાપવામાં સરળતા રહે. પ્રમુખ માર્કોએ આગળ કહ્યું કે બંને દેશો વચ્ચેનો વ્યાપાર ૨૦૨૪-૨૫માં વધીને ૩.૩ બિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચ્યો છે, અને તે હજી પણ વધવાની પૂરી સંભાવના છે.