Get The App

'કરાચી, લાહોરમાં ગુરુકુળ બનાવીશું...' ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું નિવેદન

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
Baba Ramdev Future Plan About Next Gurukul


Baba Ramdev Future Plan About Next Gurukul: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ભારત પાકિસ્તાન સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. એવામાં બાબા રામદેવે કહ્યું છે કે, 'હવે પાકિસ્તાન અને કરાચીમાં ગુરુકુળ બનાવવાની જરૂર છે.' યોગ ગુરુ બાબા રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બાબા રામદેવે પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટ્ર ગણાવીને તેના પર નિશાન સાધ્યું છે. 

યુદ્ધમાં પાકિસ્તાન ભારત સામે ચાર દિવસ પણ ટકી શકશે નહીં

યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે, 'મને લાગે છે કે થોડા દિવસોમાં આપણે કરાચી અને લાહોરમાં ગુરુકુળ બનાવવું પડશે. પાકિસ્તાન પોતાની મેળે જ વિખેરાઈ જશે. પશ્તુન અને બલૂચિસ્તાનના લોકો તેમની સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની હાલત વધુ ખરાબ છે. તેની પાસે ભારત સામે લડવાની તાકાત નથી. તે યુદ્ધમાં ચાર દિવસ પણ ભારત સામે ટકી શકે તેમાં નથી. આવી સ્થિતિમાં, તેની પાસે ભારત સામે લડવાની તાકાત ક્યાં છે?'

આ પણ વાંચો: 'લાલ કિલ્લો અમારો, હું બહાદુર શાહ ઝફરના પ્રપૌત્રની વિધવા...', સુપ્રીમ કોર્ટે કહ્યું- વાહિયાત અરજી

રાષ્ટ્રીય ધર્મની સાથે, સનાતન પણ સર્વોપરી

આ પહેલા બાબા રામદેવે સનાતન અને બંધારણ પર વાત કરી હતી અને કહ્યું હતું કે આપણી પાસે લોકશાહી બંધારણ છે, અમને તેના પર પૂર્ણ વિશ્વાસ છે પરંતુ અમે આપણા સનાતનને પણ માન આપીએ છીએ. એટલા માટે અહીં કોઈ સંઘર્ષ નથી. એક તરફ આપણો વૈદિક ધર્મ સર્વોચ્ચ છે અને બીજી તરફ રાષ્ટ્રીય ધર્મ પણ સર્વોચ્ચ છે.'

'કરાચી, લાહોરમાં ગુરુકુળ બનાવીશું...' ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું નિવેદન 2 - image

Tags :