VIDEO: પાકિસ્તાનની અવળચંડાઈની પોલ ખૂલી, ધાર્મિક-રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા
Aap Shambhu Mandir in Jammu: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 તારીખે કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' હાથ ધરીને 26 લોકોના મોતનો બદલો લીધો છે. જેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoK મળીને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ નાજુક છે. એવામાં આજે સવારે પાકિસ્તાને જમ્મુના આપશંભુ મંદિર પર ડ્રોન હુમલા કરતાં ફરી તણાવ વધ્યો છે.
જમ્મુમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને હુમલા
ભગવાન શિવને સમર્પિત આ મંદિરમાં લોકોને ખૂબ શ્રદ્ધા છે. આપ શંભુ મંદિર જમ્મુથી 15 કિલોમીટર દૂર રૂપનગરમાં આવેલું છે. આ હુમલામાં પાકિસ્તાનનું ડ્રોન મંદિરના દરવાજા પાસે જ પડ્યું હતું.
પાકિસ્તાને 10 મે, 2025ના રોજ જમ્મુમાં પ્રખ્યાત શંભુ મંદિર અને રહેણાક વિસ્તારો જેવા ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. રાતભર અનેક સશસ્ત્ર ડ્રોન છોડવામાં આવ્યા છે, જેનાથી નાગરિકો અને ધાર્મિક સ્થળો જોખમમાં મૂકાયા છે. ભારતીય સશસ્ત્ર દળો સતર્ક છે અને રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.