Get The App

ભારત-પાક. સંઘર્ષમાં 'ચાયના-ફેક્ટર' ભૂલવું અશક્ય છે : શશી થરૂર

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
ભારત-પાક. સંઘર્ષમાં 'ચાયના-ફેક્ટર' ભૂલવું અશક્ય છે : શશી થરૂર 1 - image


- અમેરિકી થિન્ક-ટેન્ક સમક્ષ ભારતની સ્પષ્ટ વાત

- એક સમયે બંને દેશો વચ્ચે સંબંધો સુધરી રહ્યા હતા : પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહોથી ભારત-ચીન સંબંધોમાં અવરોધ આવી ગયો છે : થરૂરે કહ્યું

વોશિંગ્ટન : પાકિસ્તાન સાથે થયેલા છેલ્લા સંઘર્ષમાં ચાયના-ફેકટર ભુલવું અશક્ય છે. તેમ કહેતા કોંગ્રેસ નેતા શશી થરૂરે આગળ કહ્યું : છેલ્લા કેટલાક સપ્તાહોથી ભારત-ચીન સંબંધો સુધરી રહ્યા હતા, પરંતુ તેમાં થોડા મહિનાઓથી અવરોધ આવી ગયો છે.

ઓપરેશન સિંદૂર અંગે ભારતની સત્ય વાત સમજાવવા વિવિધ દેશોમાં ભારતે મોકલેલા પ્રતિનિધિ મંડળો પૈકી અમેરિકા ગયેલા પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ લેનારા કોંગ્રેસના નેતા શશી થરૂરે અહીંના દૂતાવાસમાં ગુરૂવારે યોજાયેલા એક કાર્યક્રમમાં અમેરિકી થિન્ક-ટેન્ક સમક્ષ  ઘણી ઘણી સ્પષ્ટતાઓ કરી હતી.

તેઓએ કહ્યું : ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવનો જ એક સૌથી મોટો હિસ્સો તો ચાયના-પાકિસ્તાન, ઇકોનોમિક કોરિડોર બની રહ્યો છે. પાકિસ્તાનનાં કુલ સંરક્ષણ શસ્ત્ર સરંજામ પૈકી ૮૧ ટકા શસ્ત્ર-સરંજામ ચીનમાંથી આયાત કરાય છે. અહીં સંરક્ષણ શબ્દ જ ખોટો છે. આવો શબ્દ તો કુલ આક્રમક શસ્ત્ર સરંજામ તે જ હોઈ શકે. તેમ થરૂરે જ્યારે અહીંની થિન્ક ટેન્ક સમક્ષ કહ્યું ત્યારે કેટલાકે ખુરશીનાં હેન્ડલ પર હાથ પછાડી તે શબ્દોને વધાવી લીધા હતા.

તેઓએ આગળ કહ્યું : ગલવાન વેલી ઘટના પછી ભારત-ચીન સંબંધો સુધરી રહ્યા હતા. પરંતુ તે (પહેલગાંવ) દુર્ઘટના પછી પણ ચીને પાકિસ્તાનને ટેકો આપવાનું ચાલુ રાખ્યું ત્યારથી છેલ્લા થોડા સપ્તાહોથી બંને દેશો વચ્ચે સંબંધો બગડી ગયા છે. ચીનનું ત્યારથી નવું જ સ્વરૂપ જોવા મળ્યું. તે પાકિસ્તાનને વ્યવહારૂ સમર્થન તો આપે જ છે, પરંતુ સિક્યોરિટી કાઉન્સિલમાં પણ પાકિસ્તાનને સમર્થન આપે છે.

તેઓએ વધુમાં કહ્યું : અમારા પાડોશમાં જે પડકારો ઉપસ્થિત થઈ રહ્યા છે, તે વિષે અમારા મનમાં કોઈ ગેરસમજ છે જ નહીં. આમ છતાંએ ભારતે તેના વિરોધીઓ સાથે મંત્રણાની ચેનલ્સ ખુલ્લી જ રાખી છે.

ઉલ્લેખનીય છે કે ૨૨ એપ્રિલે થયેલા પહેલગાંવ હુમલા પછી સલામતી-સમિતિએ તેનો વિરોધ કરતું નિવેદન તો પ્રસિધ્ધ કર્યું હતું પરંતુ તે હુમલામાં પાકિસ્તાન સ્થિત રેજિકસ્ટન્સ ફ્રન્ટના નામનો ઉલ્લેખ પાકિસ્તાન ચીનની મદદથી અટકાવી શક્યું હતું.

Tags :