Get The App

ભારતને એક 'બ્રાન્ડ' તરીકે વિકસાવવું પડશે, તે માટે G20ની અધ્યક્ષતા મદદ કરી શકે છે : PM મોદી

વડા પ્રધાને G20 અધ્યક્ષપદ અને સંબંધિત કાર્યક્રમો અંગે ચર્ચા કરવા માટે રાજ્યપાલો, લેફ્ટનન્ટ ગવર્નરો અને મુખ્ય પ્રધાનોની બેઠકની અધ્યક્ષતા કરી હતી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવી શકે તેવી સંભવના

Updated: Dec 10th, 2022

GS TEAM

Google News
Google News
ભારતને એક 'બ્રાન્ડ' તરીકે વિકસાવવું પડશે, તે માટે  G20ની અધ્યક્ષતા મદદ કરી શકે છે : PM મોદી 1 - image


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એક બેઠકમાં કહ્યું હતું કે, G20ની ભારતની અધ્યક્ષતા સંપૂર્ણ દેશની છે અને તે આપણા દેશની તાકાત દર્શાવવાની એક અનોખી તક છે.  પ્રધાનમંત્રીએ ભારતની G-20 અધ્યક્ષતા સાથે સંબંધિત પાસાઓ પર રાજ્યપાલો, મુખ્ય પ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા  બેઠકની અધ્યક્ષતામાં વાત કહેવામાં આવી હતી. ટીમ ભાવનાના મહત્વ પર ભાર મૂકતા, વડા પ્રધાને આ ઇવેન્ટના સંદર્ભમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સહયોગ પણ માંગ્યો હતો. તેમણે કહ્યું, 'આ રીતે આ ઈવેન્ટ આપણા દેશના દરેક ભાગની વિશિષ્ટતા દુનિયા સમક્ષ લાવવામાં મદદ કરશે.'

ભારતને એક 'બ્રાન્ડ' તરીકે વિકસાવવું 
ભારતના G-20 અધ્યક્ષપદ અને તેનાથી સંબંધિત વિવિધ કાર્યક્રમો પર ધ્યાન દોરતા વડાપ્રધાને કહ્યું કે, દેશે આ તકનો ઉપયોગ વેપાર, રોકાણ અને પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવા માટે કરવો જોઈએ. સાથે જ ભારતને એક 'બ્રાન્ડ' તરીકે વિકસાવવું પડશે. તેમણે સમગ્ર સરકાર અને સમગ્ર સમાજના દૃષ્ટિકોણથી G-20 કાર્યક્રમોમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ભારતના G20 અધ્યક્ષપદ અને સંબંધિત કાર્યક્રમો અંગે ચર્ચા 
વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમણે ભારતના G20 અધ્યક્ષપદ અને સંબંધિત કાર્યક્રમો અંગે ચર્ચા કરવા માટે રાજ્યપાલો, લેફ્ટનન્ટ ગવર્નરો અને મુખ્ય પ્રધાનોની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક દરમિયાન ઘણા રાજ્યોના રાજ્યપાલો, મુખ્ય પ્રધાનો અને લેફ્ટનન્ટ ગવર્નરોએ તેમના વિચારો શેર કર્યા હતા. આ બેઠકની અધ્યક્ષતામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ સંબોધન કર્યું અને ભારતના G-20 શેરપા અમિતાભ કાંતે તેનું પ્રેઝન્ટેશન કર્યું હતું. ભારતે 1 ડિસેમ્બરે સત્તાવાર રીતે G20નું પ્રમુખપદ સંભાળ્યું છે. 

વિકાસશીલ દેશોના એજન્ડા પર કામ કરવામાં આવશે
G-20નું કોઈ કાયમી મુખ્યાલય નથી. દર વર્ષે જૂથનો એક સભ્ય તેનું અધ્યક્ષપદ સંભાળે છે. આ પ્રથમ વખત છે જ્યારે G-20 પ્રમુખપદના ત્રિપુટીમાં ત્રણ વિકાસશીલ દેશોનો સમાવેશ થાય છે. ઇન્ડોનેશિયા,ભારત અને પછી બ્રાઝિલ અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા જશે. આ રીતે 2025 સુધી G20 વિકાસશીલ દેશોના એજન્ડા પર કામ કરશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવી શકે છે
ભારતમાં યોજાનારી G20 સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવી શકે છે. G20 શેરપા સ્વેતલાના લુકાશે જણાવ્યું કે, પુતિન સપ્ટેમ્બર 2023માં યોજાનારી આ સમિટમાં ભાગ લઈ શકે છે. આ પહેલા રશિયન રાષ્ટ્રપતિએ બાલીમાં આયોજિત G20 કોન્ફરન્સમાં હાજરી આપી ન હતી. તેણે પોતાના વિદેશ મંત્રીને બાલી ખાતે મોકલ્યા હતા.  ભારત હવે G20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે. અગાઉ અધ્યક્ષપદ ઈન્ડોનેશિયા પાસે હતું.

Tags :