Get The App

ભારત-જર્મની ત્રાસવાદ સામે લડશે સંરક્ષણ સાધનો વિકસાવવા સહમતી

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
ભારત-જર્મની ત્રાસવાદ સામે લડશે સંરક્ષણ સાધનો વિકસાવવા સહમતી 1 - image

- ચાન્સેલર ફ્રેડરિક મર્ઝને નરેન્દ્ર મોદીનો મીઠો મીઠો આવકાર મીઠી મીઠી વાતો

- રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરવા ભારત અને જર્મની સહમત થયા

અમદાવાદ : ત્રાસવાદ એ માનવતા સામનું મોટું જોખમ છે. આ જખમનો ભાત અને જર્મની સાથે મળીને મુકાબલો કરવાનું ચાલુ રાખશે. ભારત અને જર્મની વિશ્વ સામે આવી રહેલા નવા નવા પડકારોને પહોંચી વળવા માટે સજ્જ થઈ રહ્યા છે. જી-૪ના ગુ્રપના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં આ અંગે અમે ઊઠાવેલા મુદ્દાઓને અમારી તાસીરના બોલતા પુરાવાઓ છે, એમ આજે મહાત્મા ગાંધી મંદિર ખાતે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.  આ સાથે જ રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં ભારત અને એક સમાન અગ્રક્રમ ધરાવતા હોવાથી ઇન્ડિયા જર્મની સેન્ટર ઓફ એક્સિલન્સીની સ્થાપના કરવાના ભારત અને જર્મનીની સરકારે નિર્ણય કર્યો હોવાનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી મંદિર ખાતે જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્જ સાથે આપેલા એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. 

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત-જર્મનીના અર્થતંત્ર વચ્ચેનો વચ્ચેનો સહકાર વધે તેમાં આ સે ન્ટર  ઓફ એક્સિલન્સ મદદરૂપ બનશે. આ જ રીતે રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં થતાં ઇન્નોવેશન-નવસંસ્કરણ, ટેકનોલોજી અંગેના જ્ઞાાન, ટેક્નોલોજી અને નવસંસ્કરણની આપલે કરવાની કામગીરી કરી શકશે. બંને દેશોની કંપનીઓ વચ્ચેના ગ્રીન હાઈડ્રોજનના પ્રોજેક્ટ્સ સમગ્ર પરિસ્થિતિમા એટલે કે ઉર્જા સેક્ટરના ભાવિમાંં આમૂલચૂલ પરિવર્તન લાવવાને સમર્થ છે. ભારત અને જર્મની વચ્ચે ટેકનિકલ સહયોગ વરસે વરસે વધુ સંગીન થતો જાય છે. આજે તેની મજબૂત અસર ભારતના અર્થતંત્ર પર પડતી જોવા મળી રહી છે. 

ભારત અને જર્મની ક્લાઈમેટ ચેન્જ, એનર્જી, અર્બન ડેવલપમેન્ટ અને અર્બન મોબિલીટી જેવા સેક્ટરમાં નવા પ્રોજેક્ટ ચાલુ કરશે. તેમ જ ભારત અને જર્મની સલામત, વિશ્વસનીય અને મજબૂત સપ્લાય ચેઈન વિકસાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. બંને દેશોની સંરક્ષણના ક્ષેત્ર સાથેના એકમો વચ્ચોનો તમામ પ્રકારનો સહયોગ પણ આપવામાં આવી રહ્યો છે. તેમ જ બંનેદેશો પરસ્પર વિશ્વા રાખીને સંરક્ષણના ક્ષેત્રમાં સહકાર આપવા સહમત થયા છે. સંરક્ષણના સાધનોના તૈયાર આપવાની પ્રક્રિયાને તત્તન સલામત બનાવી દેવા બદલ નરેન્દ્ર મોદીએ ફ્રેડરિક મર્ઝનો આભાર માન્યો હતો. આ સાથે જ ભારતના ડિફેન્સ ઉપકરણના ઉદ્યોગમાં વેપાર કરવા માટેના પરસ્પર વચ્ચે સહકાર વધારવા માટે સહવિકાસ અને સહઉત્પાદન કરવા પર ફોકસ કરવામાં આવ્યું છે. 

ભારતમાં આજેય ૨૦૦૦થી વધુ જર્મની કંપનીઓ સક્રિય છે. આ બાબત જ ભારતમાં તેમનો વિશ્વાસ બુલંદ હોવાનું ્રસ્થાપિત કરે છે. આ ઘટના વેારના ક્ષેત્રમાં અને પરસ્પર વિશ્વાના આ તમામ ક્ષેત્રમાં આજે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. કુલ મળીને ૧૯ કરાર કરવા ઉપરાંત આઠ મુદ્દા અંગે સહમતી દર્શાવવામાં છે.

ભારતે જર્મની સાથે કરેલા કરારો

* ભારતે દ્વિપક્ષી સંરક્ષણ ઉદ્યોગમાં સહકાર આપવા માટે સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડવાનું નક્કી કર્યું છે.

* દ્વિપક્ષી આર્થિક સહકારને મજબૂત બનાવવા માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સનું ફોરમ બનાવવાનો નિર્ણય કર્યો છે. 

* ભારત-જર્મની સેમિકન્ડક્ટ્રની ઇકો સિસ્ટમ તૈયાર કરવા માટે સંયુક્ત જાહેરનામું બહાર પાડવા માગે છે.

* ટેલિકોમ્યુનિકેશનના સેક્ટરમાં બંને દેશો મળીને સંયુક્ત જાહેરાત કરવા સહમત થયા છે.

* ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદા અને ચાારાઈટ યુનિવર્સિટી-જર્મની વચ્ચે આયુર્વેદિક દવાઓ અંગે સમજૂતી કરાર થયા છે.

* હાયર એજ્યેકેશનમાં ઇન્ડો-જર્મની રોડ મેપ પણ તેયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું 

* ગેસ અને વૉટર ઇન્ડસ્ટ્રીઝ માટે જર્મનીના ટેકનિકલ એન્ડ સાયિન્ટિફિક ઇન્સ્યિટયૂટે સમજૂતી કરાર કર્યા છે.