Get The App

શું તમે પણ કરી રહ્યા છો વિદેશ જવાનું પ્લાનિંગ? તો સ્વાસ્થ્ય મંત્રાલયના નવા નિર્દેશોનું કરવું પડશે પાલન

Updated: Nov 24th, 2022

GS TEAM

Google News
Google News
શું તમે પણ કરી રહ્યા છો વિદેશ જવાનું પ્લાનિંગ? તો સ્વાસ્થ્ય મંત્રાલયના નવા નિર્દેશોનું કરવું પડશે પાલન 1 - image


- વિદેશ પ્રવાસ માટે કોરોનાના બંને ડોઝ જરૂરી 

નવી દિલ્હી,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર

જો તમે વિદેશ પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા છો, તો તમારે કોરોનાની રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. બંને ડોઝ લઈને રસીકરણ પૂર્ણ કરનારાઓને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19 સંબંધિત મુસાફરી સંબંધિત માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સુધારો કોરોનાના સતત ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. જે લોકો મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે. તેઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ પ્રથમ રસીકરણ કરાવી લે.મુસાફરી દરમિયાન ફેસ માસ્ક લગાવવું અને એકબીજાથી શારીરિક અંતર જાળવવું પણ ફરજિયાત રહેશે. જો પ્રવાસ દરમિયાન કોઈ મુસાફરમાં તાવ કે કોરોનાના લક્ષણો દેખાય છે, તો તેને બાકીના મુસાફરોથી અલગ કરવામાં આવશે. એરપોર્ટ પર પહોંચ્યા બાદ સંબંધિત દર્દીને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. આ સિવાય એરપોર્ટ પર રેન્ડમ સેમ્પલિંગનો નિયમ હટાવી દેવામાં આવ્યો છે. પ્રવાસ દરમિયાન અને પછી ત્રણ તબક્કામાં નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જે વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

Tags :