India

ભારતનો ચીનને ઝટકો, શ્રીલંકા સાથે ડૉકયાર્ડ ડીલ, હિન્દ મહાસાગરમાં દબદબો વધશે

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
ભારતના સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી જાહેર કંપની મજગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડે(MDL) શ્રીલંકાના સૌથી મોટા શિપયાર્ડ કોલંબો ડૉકયાર્ડ પીએલસી(સીડીપીએલસી)માં નિયંત્રણ ભાગીદારી મેળવ્યાની જાહેરાત કરી છે. આ કરાર 52.96 મિલિયન અમેરિકન ડૉલર(લગભગ 452 કરોડ રૂપિયા)નો છે. આ ભારતની કોઈપણ સરકારી સંરક્ષણ શિપયાર્ડ કંપની દ્વારા કરવામાં આવેલું પહેલું આંતરરાષ્ટ્રીય અધિગ્રહણ હશે અને તેના દ્વારા ભારતને હિન્દ મહાસાગર વિસ્તારમાં એક 'વ્યૂહાત્મક હાજરી' મળશે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે ચીનની સૈન્ય અને આર્થિક ઘૂસણખોરી શ્રીલંકા સહિત આખા હિન્દ મહાસાગર વિસ્તારમાં ભારત માટે ચિંતાનો વિષય બનેલી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતનો ચીનને ઝટકો, શ્રીલંકા સાથે ડૉકયાર્ડ ડીલ, હિન્દ મહાસાગરમાં દબદબો વધશે
Image:  @airnewsalerts

India-Shrilanka Dockyard Deal: ભારતના સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી જાહેર કંપની મજગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડે(MDL) શ્રીલંકાના સૌથી મોટા શિપયાર્ડ કોલંબો ડૉકયાર્ડ પીએલસી(સીડીપીએલસી)માં નિયંત્રણ ભાગીદારી મેળવ્યાની જાહેરાત કરી છે. આ કરાર 52.96 મિલિયન અમેરિકન ડૉલર(લગભગ 452 કરોડ રૂપિયા)નો છે. આ ભારતની કોઈપણ સરકારી સંરક્ષણ શિપયાર્ડ કંપની દ્વારા કરવામાં આવેલું પહેલું આંતરરાષ્ટ્રીય અધિગ્રહણ હશે અને તેના દ્વારા ભારતને હિન્દ મહાસાગર વિસ્તારમાં એક 'વ્યૂહાત્મક હાજરી' મળશે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે ચીનની સૈન્ય અને આર્થિક ઘૂસણખોરી શ્રીલંકા સહિત આખા હિન્દ મહાસાગર વિસ્તારમાં ભારત માટે ચિંતાનો વિષય બનેલી છે. 

આ કરારથી શું ફાયદો? 

મજગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ ભારતની સૌથી મોટી સંરક્ષણ શિપયાર્ડ કંપની છે. તેણે કોલંબો ડૉકયાર્ડમાં ઓછામાં ઓછો 51% હિસ્સો ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અધિગ્રહણ પ્રાથમિક મૂડી રોકાણ અને ગૌણ શેર ખરીદીના સંયોજન દ્વારા કરવામાં આવશે, જેમાં જાપાનની ઓનોમિચી ડૉકયાર્ડ કંપની લિમિટેડ પાસેથી શેર ખરીદવાનો સમાવેશ થાય છે, જે હાલમાં CDPLCની મોટી શેરધારક છે. આ કરાર નિયમનકારી મંજૂરીઓ અને અન્ય સામાન્ય શરતોને આધીન છે અને ચાર થી છ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. સોદો પૂર્ણ થયા પછી, કોલંબો ડૉકયાર્ડ ભારતની MDLની પેટા કંપની બનશે.

આ પણ વાંચોઃ પાસપોર્ટ સેવા 2.0 લોન્ચ, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, પોલીસ વેરિફિકેશનમાં નહીં લાગે સમય

MDLના ચેરમેને આપી માહિતી 

MDLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન જગમોહને જણાવ્યું હતું કે, "CDPLCમાં નિયંત્રિત ભાગીદારીને પ્રસ્તાવિત સંપાદન આપણા શિપયાર્ડને પ્રાદેશિક દરિયાઈ શક્તિ અને લાંબા ગાળે વૈશ્વિક શિપબિલ્ડિંગ કંપનીમાં બદલવાની દિશામાં એક 'ગેટવે' બનશે. કોલંબો બંદર પર CDPLCનું વ્યૂહાત્મક સ્થાન, તેની સિદ્ધ ક્ષમતાઓ અને પ્રાદેશિક હાજરી MDLને દક્ષિણ એશિયામાં એક મહત્ત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરશે."

આ પણ વાંચોઃ 'હું કગરતી રહી, પગ પકડ્યાં પણ ત્રણેયે મારી ન સાંભળી..', કોલકાતા સામૂહિક દુષ્કર્મ પીડિતાની આપવીતી

50થી વધુ વર્ષોનો અનુભવ

CDPLC પાસે જહાજ નિર્માણ, સમારકામ અને ભારે એન્જિનિયરિંગનો 50 વર્ષથી વધુ વર્ષોનો અનુભવ છે. કંપનીએ જાપાન, નોર્વે, ફ્રાન્સ, UAE, ભારત અને ઘણા આફ્રિકન દેશો માટે જટિલ ઑફશોર સપોર્ટ જહાજો, કેબલ-લેઇંગ જહાજો, ટેન્કર અને પેટ્રોલ બોટ બનાવી છે. CDPLC હાલમાં લગભગ 300 મિલિયન ડૉલરના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે, જેમાં કેબલ-લેઇંગ જહાજો, મલ્ટીપર્પઝ યુટિલિટી શીપ અને ફ્લીટ સપોર્ટ વેસલ્સનો સમાવેશ થાય છે. MDLના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'MDLના ટેકનિકલ સપોર્ટ, ભારતીય સપ્લાય ચેઇન સુધી પહોંચ અને ભારતીય તેમજ મિત્ર દેશોના દરિયાઈ બજારોમાં પ્રવેશ સાથે, CDPLC હવે નાણાંકીય પુનરુત્થાન અને લાંબા ગાળાના વિકાસ માટે તૈયાર છે.'