Get The App

ભારતની બંગાળની ખાડીમાં NOTAM, વિમાન-શીપ બધુ બંધ; પાકિસ્તાન-બાંગ્લાદેશ ટેન્શનમાં

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
ભારતની બંગાળની ખાડીમાં NOTAM, વિમાન-શીપ બધુ બંધ; પાકિસ્તાન-બાંગ્લાદેશ ટેન્શનમાં 1 - image


Image: Wikipedia



Bay of Bengal No Fly Zone: ભારત એકવાર ફરી કંઇક મોટું કરવા જઈ રહ્યું છે. આ જ કારણ છે કે, રાજકારણના રૂપે મહત્ત્વપૂર્ણ બંગાળની ખાડીમાં 2520 કિલોમીટર સુધી NOTAM (Notice to Airmen/Air Mission) જાહેર કર્યું છે. જેનો અર્થ એ છે કે, નક્કી તારીખ અને સમયે બંગાળની ખાડીમાં સંબંધિત રૂટથી ન તો કોઈ એરક્રાફ્ટ પસાર થશે અને ન તો કોઈ શિપ આ માર્ગે ટ્રાવેલ કરી શકશે. જેનો હેતુ કોઈપણ પ્રકારની દુર્ઘટના રોકવાનું છે. ભારતે બંગાળની ખાડીમાં અઢી હજાર કિલોમીટર સુધી નો ફ્લાઇ ઝોનની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કોઈને કોઈ કારણોસર હાહાકારની સ્થિતિ છે. બાંગ્લાદેશમાં ચૂંટણી પંચની ઓફિસમાં સામાન્ય લોકોએ આગચંપી કરી દીધી હતી તો વળી પાકિસ્તાનમાં દેશની વફાદાર માનવામાં આવતી ગુપ્ત એજન્સી ISIના પૂર્વ ચીફ ફૈઝ હમીદનું જ કોર્ટ માર્શલ કરી દેવાયું છે. 

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટ પાસેથી રામમંદિરના પુરાવા કેમ પાછા માગ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટે, અચાનક કેમ નિર્ણય લીધો?

DRDOએ 17થી 20 ડિસેમ્બર, 2025ની વચ્ચે બંગાળની ખાડીમાં એક મિસાઇલ પરીક્ષણ નક્કી કરવામાં આવ્યું છે. જેના કારણે 2520 કિલોમીટર સુધી ખૂબ મોટું નો ફ્લાઇ અને નો શિપ ઝોન જાહેર કરાયું છે. આ NOTAM રોજ સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા (ભારતીય સમયાનુસાર) સુધી લાગુ રહેશે. આ ઓક્ટોબરમાં થયેલા પરીક્ષણના 1480 કિલોમીટરના ક્ષેત્રથી ઘણું મોટું છે, જેનાથી સંકેત મળે છે કે, આ વખતે લાંબી દૂરીની મિસાઇલનું પરીક્ષણ થઈ શકે છે. સુરક્ષાના કારણોસર નાગરિક વિમાન અને જહાજોએ પોતાનો રસ્તો બદલવો પડશે. ભારતીય વાયુસેના અને નૌસેના આ વિસ્તારનું ધ્યાન રાખશે. કારણ કે, પરીક્ષણ દરમિયાન કાળમાળ પડવાની આશંકા રહે છે. 

NOTAM શું હોય છે?

  • NOTAM નો અર્થ Notice to Airmen છે. આ એક સત્તાવાર સૂચના હોય છે, જેનાથી પાઇલટ અને એરલાઇન્સને ઉડાન માટે જરૂરી જાણકારી આપવામાં આવે છે. 
  • કોઈ વિસ્તારમાં ઉડાન માટે જોખમ હોય અથવા કોઈ વિશેષ ગતિવિધિ હોય (જેમ કે, મિસાઇલ પરીક્ષણ, સૈન્ય અભ્યાસ, રનવે બંધ થવો) ત્યારે NOTAM જાહેર કરવામાં આવે છે. 
  • સામાન્ય લોકો પર તેની કોઈ સીધી અસર નહીં પડે, પરંતુ અમુક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના રૂટને બદલી શકે છે અથવા ફ્લાઇટમાં મોડું થઈ શકે છે. 
  • આ ફ્લાઇટ અને સમુદ્રી સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે જરૂરી હોય છે, જેથી કોઈ દુર્ઘટના ન થાય.

DRDOનું પ્લાનિંગ શું છે? 

હવે સવાલ એ ઊભો થાય છે કે, DRDOનો પ્લાનિંગ શું છે, કે અઢી હજાર કિ.મીથી વધુના વિસ્તાર માટે NOTAM જાહેર કરવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ ટ્રાયલનું સ્વરૂપ K-4 સબમરીનથી છોડવામાં આવતી બેલિસ્ટિક મિસાઇલ (SLBM)થી મેળ ખાય છે. આ ભારતની આધુનિક ઘન બળતણવાળી મિસાઇલ છે, જે અગ્નિ મિસાઇલ સિરીઝ પર આધારિત છે. K-4 કાર્યક્રમનો હેતુ પરમાણુ ક્ષમતાવાળી સબમરીનથી છોડવામાં આવતી મિસાઇલને વિકસિત કરવાનું છે. જેથી ભારતના પરમાણું ત્રિકોણ (જળ, થળ, વાયુ)ના સમુદ્રી ભાગને મજબૂત કરવામાં આવી શકે છે. આ ટૂંકા અંતરની K-15 સાગરિકાની મર્યાદાઓને દૂર કરે છે. DRDOની ડિફેન્સ રિચર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (DRDL)ના નેતૃત્વમાં બનેલી આ મિસાઇલ અગ્નિ-III ટેક્નિક પર આધારિત છે, જેનાથી તેની સુરક્ષા અને બીજીવાર જવાબી હુમલાની ક્ષમતા વધે છે. તેનો વિકાસ 2009માં INS અરિહંતના લોન્ચ બાદ શરૂ થયો. 

આ પણ વાંચોઃ દોડાવી-દોડાવીને બેલ્ટ વડે ફટકાર્યા... યુપીના જોનપુરમાં સાધુઓ સાથે નિર્દયતાપૂર્વક મારપીટ

કેમ આટલું ખાસ છે? 

INS અરિહંત (2016માં કમિશન) અને INS અરિઘાત (2024) માં પ્રત્યેકમાં 4-4 K-4 મિસાઇલ તૈનાત છે. S4 કેટેગરીની સબમરીન (2025 બાદ) આ સંખ્યા 8 સુધી થઈ જશે. વર્ષ 2025ના મધ્ય સુધી K-4એ અરિહંત શ્રેણીની પરમાણુ સબમરીન પર સંપૂર્ણ રીતે ઓપરેશનલ કેપેબિલિટી હાંસલ કરી લીધી છે. 17-20 ડિસેમ્બર, 2025 વચ્ચે બંગાળની ખાડીમાં જાહેર NOTAM (2520-3550 કિ.મી ક્ષેત્ર) સંભવતઃ K-4ની આગળની પુષ્ટિ અથવા યુઝર ટ્રાયલ માટે છે. K-4 મિસાઇલ સુરક્ષિત સમુદ્રી ઊંડાણથી ચીન અને પાકિસ્તાન સુધી નિશાનો સાધી શકે છે. તેની મારક ક્ષમતા K-15ની 750 કિ.મી સીમાથી ઘણી વધારે છે, જેનાથી ભારતનો પરમાણુ ત્રિકોણ પૂરૂ થાય છે. ત્યારબાદ K-5 (5000+ કિ.મી પરીક્ષણમાં) અને K-6 (8000 કિ.મી MIRV ક્ષમતાવાળી) મિસાઇલ 2030ના દાયકા સુધી S5 શ્રેણીની સબમરીન માટે વિકસિત કરવામાં આવી રહી છે. સ્વદેશી ટેક્નિકથી ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે, જે વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌસેના મોટા વિસ્તારથી જોડાયેલું છે. 

શું છે ટેક્નિકલ ખાસિયત? 

K-4 મિસાઇલની લંબાઈ 10-12 મીટર, વ્યાસ 1.3 મીટર અને વજન 17-20 ટન છે. આ 1-2 ટનનું પેલોડ લઈ જઈ શકે છે, જેમાં MIRV વારહેડ પણ સામેલ થઈ શકે છે. તેની રેન્જ 3000-3500 કિ.મી છે (ઓછા ભાર પર 4000 કિ.મી સુધી) છે. તેમાં GPS/NavIC સાથે સંકલિત ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ છે, જે 10 મીટર (CEP) કરતા ઓછી ચોકસાઈ પ્રદાન કરે છે. તેને 20-50 મીટરની ઊંડાઈથી સબમરીનથી લૉન્ચ કરી શકાય છે અને તે અરિહંત-ક્લાસ વર્ટિકલ લોન્ચ સિસ્ટમ સાથે સંકલિત છે.

Tags :