Get The App

શેરબજારમાં અબજોનું નુકસાન છતાં અમેરિકા પર જવાબી ટેરિફ નહીં લગાવે ભારત: રિપોર્ટમાં દાવો

Updated: Apr 7th, 2025

GS TEAM


Google News
Google News
શેરબજારમાં અબજોનું નુકસાન છતાં અમેરિકા પર જવાબી ટેરિફ નહીં લગાવે ભારત: રિપોર્ટમાં દાવો 1 - image


India Counter Tariff On USA: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 26 ટકા ટેરિફના આદેશ બાદ ભારતીય શેરબજારમાં આજે મિનિટોમાં 20 લાખ કરોડનું નુકસાન થયું છે. ભારતીય ઉદ્યોગોમાં મંદીની ભીતિ વર્તાઈ છે. તેમ છતાં ભારત સરકારે અમેરિકા સામે ટ્રેડવૉર ન છેડવાનો નિર્ણય લીધો છે.  

સરકારે સત્તાવાર ધોરણે મીડિયાને જણાવ્યું હતું કે, ભારત અમેરિકા પર સામો ટેરિફ લાદશે નહીં. અમે દ્વિપક્ષીય વેપાર કરારો પર ધ્યાન કેન્દ્રિત કરતાં આ મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટેરિફ મુદ્દે યોગ્ય ઉકેલ લાવવા પ્રયત્નશીલ છીએ.

ભારત ટેરિફ મુદ્દે વાત કરનારો પહેલો દેશ

કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગત સપ્તાહે ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા એક્ઝિક્યુટીવ ઓર્ડરમાં અમે એક મુખ્ય કલમ પર આધાર રાખી રહ્યા છીએ. જે  "બિન-પરસ્પર વેપાર વ્યવસ્થાઓમાં સુધારા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લેનારા" દેશોને રાહત આપે છે. ભારતને રાહત છે કે, તે અમેરિકા સાથે વેપાર કરાર પર વાટાઘાટો શરુ કરનારા પ્રથમ દેશોમાંનો એક છે. તેમજ ભારત કરતાં અન્ય એશિયન દેશો જેમ કે ચીન (34%), વિયેતનામ (46%) અને ઇન્ડોનેશિયા (32%) ઊંચા ટેરિફથી પ્રભાવિત થયા છે.

આ પણ વાંચોઃ શેરબજારમાં 'બ્લડ બાથ'... 20 લાખ કરોડ સ્વાહા: સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકાના 5 કારણો

વિયેતનામ, ઈન્ડોનેશિયા પણ વાટાઘાટ કરશે

ટ્રમ્પના ટેરિફ વૉરનો સામનો કરતાં ચીન અને કેનેડા સહિત ઘણા દેશો સામો જવાબ આપવા તૈયાર છે. જેમાં ચીને 10 એપ્રિલથી જ તમામ આયાત પર 34% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. બીજી તરફ ઈન્ડોનેશિયાએ કોઈ બદલો લેવાની ભાવના ન હોવાનું નિવેદન આપ્યું છે. વિયેતનામે પણ સંભવિત વેપાર કરારમાં તેના ટેરિફને શૂન્ય કરવા સંમતિ દર્શાવી છે. ઉલ્લેખનીય છે, ભારતે પણ અમેરિકા પર સંભવિત ટેરિફ ઘટાડવાની તૈયારી દર્શાવી હતી. તેમ છતાં ગત સપ્તાહે ટ્રમ્પે ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો હોવાની જાહેરાત કરી હતી.

ભારતના આ ઉદ્યોગોને મળી રાહત

ટ્રમ્પે ભારતના સેમિકંડક્ટર્સ, કોપર અને ફાર્માસ્યુટીકલ સેક્ટરને ટેરિફમાંથી મુક્તિ આપી છે. ભારત અમેરિકામાં આ પ્રોડક્ટ્સનો મોટોપાયે સપ્લાય કરે છે. બીજી તરફ ઈલેક્ટ્રોનિક્સ, ઓટો પાર્ટ્સ, ટેક્સટાઇલ્સ, જેમ્સ-જ્વેલરીની નિકાસ પ્રભાવિત થશે. કારણકે, તેના પર 26 ટકા ટેરિફ ચૂકવવો પડશે. નોંધનીય છે, ગત મહિને જ અમેરિકા અને ભારત દ્વિપક્ષીય વેપાર કરારો કરવા માટે સહમત થયા હતા. 

શેરબજારમાં અબજોનું નુકસાન છતાં અમેરિકા પર જવાબી ટેરિફ નહીં લગાવે ભારત: રિપોર્ટમાં દાવો 2 - image

Tags :