'LAC પર ભારત-ચીન વચ્ચે સંવેદનશીલ સ્થિતિ, હવે અમે કોઈપણ...', સેના પ્રમુખનું મોટું નિવેદન

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
'LAC પર ભારત-ચીન વચ્ચે સંવેદનશીલ સ્થિતિ, હવે અમે કોઈપણ...', સેના પ્રમુખનું મોટું નિવેદન 1 - image


India-China Border Situation : ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત-ચીનની સ્થિતિ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે સ્થિતિ સમાન્ય પણ નથી અને સંવેદનશીલ છે. જ્યાં સુધી સ્થિતિ સંવેદનશીલ છે, ત્યાં સુધી અને કોઈપણ ઓપરેશન માટે સંપૂર્ણ તૈયાર છીએ. ભલે કોઈપણ સ્થિતિ સર્જાય, અમે મુકાબલો કરવામાં સક્ષમ છીએ. 

LAC પર સ્થિતિ સંવેદનશીલ : સેના પ્રમુખ

LAC પરની સ્થિતિ અંગે સેના પ્રમુખે કહ્યું કે, ‘રાજદ્વારી બાજુથી સકારાત્મક સંકેતો આવી રહ્યા છે, પરંતુ જ્યારે તેને જમીન પર લાગુ કરવાની હોય છે ત્યારે તે બંને બાજુના સૈન્ય કમાન્ડરો દ્વારા જોવામાં આવે છે. LAC પર સ્થિતિ સ્થિર છે પરંતુ સામાન્ય નથી અને સંવેદનશીલ છે.’

આ પણ વાંચો : માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે કેમ વધી રહી છે? જાણો કેવી રીતે છે ભૂસ્ખલન સાથે કનેક્શન

‘અમે કોઈપણ ઓપરેશન માટે સંપૂર્ણ તૈયાર’

તેમણે એક સંવાદ કાર્યક્રમમાં કહ્યું કે, ‘આપણે ચીન સાથે સ્પર્ધા અને સહકાર રાખવાનો હોય છે. આ ઉપરાંત એક સાથે રહેવાનો અને મુકાબલો પણ કરવાનો હોય છે. અમે ઈચ્છીએ છીએ કે, બંને દેશો વચ્ચે એપ્રિલ 2020 પહેલા જેવી સ્થિતિ પાછી આવે. જ્યાર સુધી તેવી સ્થિતિ નહીં સર્જાય, ત્યાં સુધી આપણા માટે સ્થિતિ સંવેદનશીલ રહેશે અને અમે કોઈપણ ઓપરેશન માટે સંપૂર્ણ તૈયાર છીએ. અમે કોઈપણ સ્થિતિનો મુકાબલો કરવા તૈયાર છીએ. આ તમામ ઘટનાક્રમમાં સૌથી વધુ નુકસાન વિશ્વાસને થયો છે.

બંને દેશો વચ્ચેના ઘણા મુદ્દા હલ કરાયા : ઉપેન્દ્ર દ્વિવેદી

તેમણે બંને દેશો વચ્ચેના સંબંધો અંગે કહ્યું કે, ‘ઘણા મુદ્દાઓ ઉકેલવા માટે સરળ હતા તે હલ કરાયા છે. જ્યાં સ્થિતિ વધુ મુશ્કેલ છે, જ્યાં બંને પક્ષોની પોતપોતાની ધારણા છે, તેનો ઉકેલ લાવવા માટે બંને તરફથી ચર્ચા-વિચારણા ચાલી રહી છે. બંને દેશોની રાજદ્વારી બાજુથી કેટલાક સકારાત્મક સંકેતો મળ્યા છે, સૈન્ય પક્ષ સાથે બેસીને જમીન પર તેને કેવી રીતે લાગુ કરી શકાય તે અંગે વાતચીત થશે. જ્યારે આ વાતચીત થશે ત્યારે ડેપસાંગ, ડેમચોક સહિત નોર્દન ફ્રન્ટના દરેક પાસાઓ પર ચર્ચા કરાશે.’

આ પણ વાંચો : પહાડો પર મળ્યા ચાર દેહના અવશેષ: 56 વર્ષ અગાઉ મુસાફરો સાથે ક્રેશ થયું હતું વાયુસેનાનું વિમાન

LAC નજીક વસવાટ અંગે સેના પ્રમુખે શું કહ્યું ?

ચીને એલએસીની બીજીતરફ વિકાસવેલા ગામડા અને સેનાની સતર્કતા અંગે તેમણે કહ્યું કે, ‘તિબેટ અને ચીનની વસ્તીએ LACની નજીક વસવાટ કર્યો નથી. તેઓ આર્ટિફિશિયલ ઈમિગ્રેશન કરી રહ્યા છે, તેમનો દેશ છે, તેઓ જે ઈચ્છે તે કરી શકે છે, જોકે આપણા ધ્યાને આવ્યું છે કે, સાઉથ ચીન સીમાં શું થશે. પહેલા માછીમારો ગ્રે ઝોનમાં આવ્યા, પછી સેનાએ તેમને બચાવ્યા... આની પાછળ કોઈ મોટી ડિઝાઈન છે, આપણે આ બાબત પર વિશેષ ધ્યાન આપવું પડશે. ભારતનાં પણ મોડલ વિલેજ પણ છે. રાજ્ય સરકાર, સેના અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે અને આપણા મોડલ વિલેજ વધુ સારા બનશે.’


Google NewsGoogle News