For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત-ચીન સરહદ વિવાદ: '1962 અને 2020માં થયેલા યુદ્ધની કોઈ તુલના નહીં' - જયરામ રમેશનો પલટવાર

Updated: Jan 30th, 2023

Article Content Image

નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2023 શનિવાર

વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદને મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે આ કબ્જો તાજેતરમાં નહીં પરંતુ વર્ષ 1962માં થયો હતો. આ મુદ્દે હવે કોંગ્રેસ નેતા જયરામ રમેશે પલટવાર કર્યો છે. કોંગ્રેસ નેતાનું કહેવુ છે કે વર્ષ 1962 અને વર્ષ 2020માં થયેલા યુદ્ધ વચ્ચે કોઈ તુલના કરી શકાય નહીં.

જયરામ રમેશે કહ્યુ, લદ્દાખમાં ચીની ઘૂસણખોરીથી છુટકારો મેળવવા મોદી સરકારની રણનીતિ નામંજૂર, વિચલિત, અસત્ય, ન્યાયી ઠેરવવાની સાથે પૂર્ણ થઈ. કોઈ પણ અસ્પષ્ટતા છુપી રહી શકે નહીં કે મોદી સરકારે ભારતના સૌથી મોટા ક્ષેત્રીય ઝટકાને છુપાવવાનો પ્રયત્ન કર્યો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આકર્ષવાના પીએમ મોદીના ભોળા પ્રયાસો પછી આ બધુ થયું.

જયરામ રમેશે ટ્વીટ કરી કહ્યુ કે આ વિદેશ મંત્રીના તાજેતરના નિવેદન પર તેમની પ્રતિક્રિયા છે. જે મોદી સરકારની 'DDLJ' (Deny, Distract, Lie, Justify) માં એક મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમણે કહ્યુ કે કેન્દ્રએ શરૂઆતથી જ તમામ વાતોને સાચી રીતે સૌની સમક્ષ મૂકવી જોઈએ અને આ મુદ્દે સંસદમાં નિવેદન મૂક્યા પહેલા વિપક્ષને પણ અવગત કરાવવા જોઈએ.

Gujarat