Get The App

મોરક્કોમાં ભારતે ડીફેન્સ ફેક્ટરી બનાવી 22 સપ્ટેમ્બરે રાજનાથ સિંહ ઉદ્ધાટન કરશે

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
મોરક્કોમાં ભારતે ડીફેન્સ ફેક્ટરી બનાવી 22 સપ્ટેમ્બરે રાજનાથ સિંહ ઉદ્ધાટન કરશે 1 - image


- નવરાત્રીના પહેલા જ દિવસે ભારતનું શક્તિ-પ્રદર્શન

- પાટનગર રવાન પાસેનાં એટલાંટિક મહાસાગર ઉપરાંત રમણીય સ્થળે  સ્થપાયેલ આ ફેક્ટરીનું સંચાલન તાતા- એડવાન્સ સીસ્ટીમ લિમિટેડ કરશે

નવી દિલ્હી : મહામના શેક્સપીયરના 'ઑથેલો ધી મૂર'ના દેશ મોરક્કોમાં ભારતે ડીફેન્સ ફેક્ટરી બનાવી છે.

ભારત હજી સુધી વિદેશોમાં તેમના શસ્ત્રાસ્ત્રો વેચતું રહ્યું છે, પરંતુ વિદેશમાં ડીફેન્સ ફેક્ટરી રચવાનું આ પહેલું સાહસ છે. આ ફેક્ટરી પાટનગર રવાનથી થોડે જ દૂર આવેલા એટલાંટિક મહાસાગરના તટે રહેલા અતિ રમણીય સ્થળ કાસાબ્લાન્કામાં બનાવાઈ છે. જે વિશ્વભરના સહેલાણીઓ માટેનું એક આકર્ષણ કેન્દ્ર છે. ૨૨મી સપ્ટેમ્બર અને ભારતીય તિથિ પ્રમાણે આસો સુદ એકમના દિને ભારત સાચા અર્થમાં 'શક્તિ ઉપાસના' કરતું હોય તેમ તે દિને જ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેનું ઉદ્ઘાટન કરશે.

ફેક્ટરી તાતા એડવાન્સ સીસ્ટીમ લિમિટેડે સ્થાપી છે તેનું સંચાલન પણ તે જ કંપની કરવાની છે. રાજનાથસિંહે તે ઉદ્ધાટન માટે એક દિવસ વહેલા રવિવાર તા. ૨૧ સપ્ટેમ્બરના દિને મોરક્કોના પાટનગર રવાન પહોંચી જવાના છે જ્યાં તેઓ મોરોક્કોના અગ્રણીઓ સાથે મંત્રણા પણ યોજશે.

તાતા એડવાન્સ સીસ્ટીમ લિમિટેડ (ટી.એ.એસ.એલ.) મોરક્કોમાં કોમ્બેટ વ્હીકલ બનાવશે જે તે કંપની ભારતના ભૂમિદળને પણ આપે છે. લડાખ સીમા પર આ કોમ્બેટ વ્હીકલ્સ તૈનાત કરવામાં આવ્યા છે જે પર્વતીય પ્રદેશમાં પણ સરળતાથી જઈ શકે તેમ છે. મોરક્કોનો ઉત્તરનો વિસ્તાર એટલાસ ગિરિમાળાનો પશ્ચિમ છેડો આવે છે. તેનો મધ્યમ વિસ્તાર અલ્જિરિયામાં છે.

કોમ્બેટ વ્હીકલ તે બખ્તરબંધ ગાડીઓ છે આ ઉપરાંત વ્હલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મ્સ (ડબલ્યુએમએપી) ૮ ઠ ૮ નું પણ નિર્માણ કરશે. આ બખ્તરબંધ ગાડીઓ મોરક્કોમાં સશસ્ત્ર દળોને અપાશે ભારતનું આ પહેલું 'ગ્રીન ફિલ્ડ ડીફેન્સ યુનિટ' બની રહેેેશે. તેમાં ૩૫૦ કર્મચારીઓ હશે જે પૈકી મોટા ભાગના ભારતીયો હશે.

'ઓપરેશન સિંદૂર' પછી ભારતીય શસ્ત્રોનો ડંકો વાગે છે ઇઝરાયેલે ૧૫૦ કરોડનો ઓર્ડર આપ્યો છે. ફ્રાંસના રાફેલ યુદ્ધ વિમાનોની બોડી હવે ભારતમાં જ બનવાની છે.

Tags :