મણિપુર મુદે INDIAનો 'બ્લેક પ્રોટેસ્ટ', અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે સરકારને ઘેરવા તૈયાર, મહત્વની બેઠક યોજી
વિપક્ષી સાંસદોએ મણિપુર પર ચર્ચાની મંજૂરી ન આપવા અને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ ન કરવા બદલ નોંધાવ્યો વિરોધ
આગામી અઠવાડિયામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થઇ શકે છે ચર્ચા
સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં મણિપુર હિંસા પર વિપક્ષ દ્વારા સરકાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષી મહા ગઠબંધન INDIA એ આજે એક મહત્વની બેઠક બોલાવી હતી. વિરોધ પક્ષોના સાંસદો કાળા કપડા પહેરીને બેઠકમાં હાજર રહ્યા હતા. વિપક્ષી સાંસદોએ મણિપુર પર ચર્ચાની મંજૂરી ન આપવા અને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ ન કરવા બદલ કેન્દ્ર સરકારના વિરોધમાં કાળા કપડા પહેર્યા હતા.
વિપક્ષએ તૈયાર કરી અવિશ્વાસ પ્રસ્તાવની રણનીતિ
આ બેઠક વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં થઈ હતી. મળતી માહિતી મુજબ બેઠકમાં વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાની રણનીતિ બનાવી. વિપક્ષ સરકાર પાસેથી અવિશ્વાસ પ્રસ્તાવ પર તાત્કાલિક ચર્ચાની માંગ કરશે.
मोदी सरकार मणिपुर पर चर्चा नहीं चाहती और प्रधानमंत्री इस मुद्दे पर मौन साधे हुए हैं।
— Congress (@INCIndia) July 27, 2023
INDIA चाहता है कि मणिपुर पर चर्चा हो और प्रधानमंत्री इस पर विस्तृत बयान दें।
इसी मुद्दे पर कांग्रेस अध्यक्ष व राज्यसभा में नेता प्रतिपक्ष श्री @kharge के चेम्बर में विपक्षी दलों की बैठक हुई। pic.twitter.com/CD203YVbvB
મણિપુર હિંસા અંગે બંને ગૃહોમાં હોબાળો યથાવત
મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે. મણિપુર હિંસા અંગે બંને ગૃહોમાં હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષની માંગ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન સાથે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. જ્યારે સરકાર ગૃહમંત્રી અમિત શાહના નિવેદન સાથે ચર્ચા કરવા માંગે છે.
આગામી અઠવાડિયામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થઇ શકે છે ચર્ચા
આવી સ્થિતિમાં ગઈકાલે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગાઈએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. સ્પીકર ઓમ બિરલાએ તેનો સ્વીકાર કર્યો છે. જો કે આ અંગે ચર્ચા માટે આગામી સપ્તાહનો સમય નક્કી કરવામાં આવ્યો છે.