India

ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો, વધુ એક વસ્તુ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો નિર્ણય

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
ભારતે બાંગ્લાદેશથી શણ અને તેના સંબંધિત ફાઇબર ઉત્પાદનોની આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. બંને પડોશીઓ વચ્ચેના એકંદર સંબંધોમાં વધતા તણાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો, વધુ એક વસ્તુ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો નિર્ણય

India Ban Import of Jute: ભારતે બાંગ્લાદેશથી શણ અને તેના સંબંધિત ફાઇબર ઉત્પાદનોની આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. બંને પડોશીઓ વચ્ચેના એકંદર સંબંધોમાં વધતા તણાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે (28 જૂન, 2025) કહેવામાં આવ્યું હતું કે નવા પ્રતિબંધો મહારાષ્ટ્રના ન્હાવા શેવા બંદર સિવાય અન્ય તમામ જમીન માર્ગો અને બંદરો દ્વારા બાંગ્લાદેશના શણ અને સંબંધિત ફાઇબર ઉત્પાદનોની ભારતમાં આયાત પર લાગુ થશે.

વાણિજ્ય મંત્રાલય હેઠળ કામ કરનારા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ શુક્રવારે એક નોટિફિકેશન જાહેર કરીને પ્રતિબંધ લગાવી દીધો. સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા (SAFTA)ની જોગવાઈઓ હેઠળ બાંગ્લાદેશથી શણ ઉત્પાદનો, વિશેશ કરીને દોરા, ફાઇબર અને બેગની ડમ્પ્ડ અને સબસિડીવાળી આયાતની પ્રતિકૂળ અસર લાંબા ગાળાના નુકસાનનું કારણ બની રહી છે.

એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી

સૂત્રોના જણાવ્યા અનુસાર, એવા વિશ્વસનીય પુરાવા છે કે બાંગ્લાદેશી શણની નિકાસ બાંગ્લાદેશ સરકાર દ્વારા આપવામાં આવતી રાજ્ય સબસિડીથી લાભ મેળવી રહી છે. આ ચિંતાઓના જવાબમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ એન્ટિ-ડમ્પિંગ એન્ડ એલાઇડ ડ્યુટીઝ (DGAD) એ વિગતવાર તપાસ હાથ ધરી હતી અને બાંગ્લાદેશમાંથી આવતા શણ અને અન્ય માલ પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી (ADD) લાદી હતી, પરંતુ તેમણે કહ્યું કે ADD લાદવાથી આયાતમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિધ સબસિડી ઉપરાંત, બાંગ્લાદેશી નિકાસકારો દ્વારા કરવામાં આવતી સામાન્ય ગેરરીતિઓમાં ટેકનિકલ મુક્તિ દ્વારા એન્ટિ-ડમ્પિંગ ડ્યુટીને ટાળવી, ખોટી લેબલિંગ, ADD મુક્તિવાળી કંપનીઓ દ્વારા નિકાસ કરવી અને ઉચ્ચ સબસિડી મેળવવા માટે 'ખોટી જાહેરાત' કરવી સામેલ છે.

ભારતને થઈ રહ્યું છે નુકસાન

તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશને SAFTA (સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા) કરાર હેઠળ ભારતમાં શણના ઉત્પાદનો માટે ડ્યુટી ફ્રી એક્સેસ છે, પરંતુ ભારતના શણ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનોનું કહેવું છે કે બાંગ્લાદેશથી સબસિડી અને ઓછી કિંમતે શણના ઉત્પાદનો મોટી માત્રામાં આયાત કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારતીય ઉદ્યોગ લાંબા સમયથી નુકસાન સહન કરી રહ્યો છે.

શણ શું છે?

શણ(જૂટ) ફૂલોનો છોડ જે તેના રેસા માટે ઉગાડવામાં આવે છે. જેમાંથી શણના યાર્ન અને કાપડ બનાવવામાં આવે છે. ખાસ કરીને શણને ભારત, બંગલાદેશ વગેરે દેશોમાં ઘણી મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.

શણનો ઉપયોગ શું થાય છે?

શણમાંથી ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમ કે:

• ગોણી બેગ (Gunny Bags) – અનાજ, ચોખા, શાકભાજી વગેરે ભરીને વહન કરવા માટે.

• કાપડ – ચટાઈ, દોરી, દોરડા, દરી વગેરે માટે.

• પેકેજિંગ – સિમેન્ટ, ખાદ્ય પદાર્થો વગેરે માટે થેલાઓ.

• ઘરગથ્થુ વસ્તુઓ – પારંપારિક ડેકોરેશન, ચટાઈ, પરદા, ટેબલમેટ.

• હેન્ડીક્રાફ્ટ – આર્ટ તથા હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ, જૂટના કળાત્મક બેગ, ફાઇલ, કપડાં વગેરે.