Luxury Cars FTA: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેની ટ્રેડ ડીલ બાદ હવે ભારતીય બજારમાં લક્ઝરી કાર ખરીદવાનું સપનું જોતા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. નવા વેપાર કરાર હેઠળ ઇમ્પોર્ટ ડ્યૂટીમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે, જેના કારણે પ્રીમિયમ કારોની કિંમતોમાં લાખો રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા છે. ખાસ કરીને ઓડી, BMW, મર્સિડીઝ, પોર્શ, લમ્બોરગીની જેવી મોંઘી કારો ભારતીય બજારમાં સસ્તી થશે તેવી સંભાવનાઓ છે.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની ફ્રી ટ્રેડ ડીલમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં રાહતના સમાચાર છે. EUથી ભારતમાં આવતી લક્ઝરી કારો પર હાલ 100 ટકાથી વધુ ટૅરિફ વસૂલવામાં આવે છે જેને તબક્કાવાર ઘટાડીને માત્ર 10 ટકા કરી દેવામાં આવશે, પણ તે વાર્ષિક અઢી લાખ વાહનોના ક્વોટાની મર્યાદા રહેશે.
5 વર્ષ સુધી દેશી ઈલેક્ટ્રિક કાર પર કર મુક્તિ નહીં
આ કરારમાં કાર બજારને વિવિધ ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. 25 લાખથી વધુ કિંમતની કાર માટે વાર્ષિક અઢી લાખ કારનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે, જેનાથી દર વર્ષે મર્યાદિત સંખ્યામાં જ કાર ઓછા ટેક્સમાં ભારતીય બજારમાં આવી શકશે. જેમ જેમ વર્ષો જતાં જશે તેમ તેમ ક્વોટા પણ વધશે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે ક્વોટાથી વધારે કાર જો કંપનીએ ભારતમાં વેચવી હશે તો તેના નિર્માણની ફેક્ટરી ભારતમાં જ લગાવવી પડશે. ઈલેક્ટ્રિક કાર બજારને ધ્યાનમાં રાખતા સરકારે પ્રથમ પાંચ વર્ષ માટે વિદેશી ઈલેક્ટ્રિક કાર પર કર મુક્તિ ન આપવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતીય કંપનીઓએ પહેલા 5 વર્ષમાં પોતાની પકડ મજબૂત બનાવી શકશે.
ઓછા બજેટના કાર વેચાણનું રખાયું ધ્યાન
ભારતમાં વાસ્તવિક બજાર 10 લાખથી 25 લાખ રૂપિયાની કિંમતની કારનું છે, જેની સામે યુરોપિયન દેશો આ સેગમેન્ટમાં વધારે રસ ધરાવતા નથી. એટલા માટે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે યુરોપિયન દેશો 25 લાખ રૂપિયાથી ઓછી કિંમતની કાર ભારતમાં નિકાસ કરશે નહીં. જો યુરોપિયન કંપનીઓ ઇચ્છે તો તેઓ ભારતમાં આવી કારનું ઉત્પાદન કરી શકે છે પરંતુ બહારથી લાવી શકશે નહીં. જેથી નાના બજેટના કાર વેચાણમાં કોઈજ ફરક પડશે નહીં
આ ઐતિહાસિક વેપાર કરાર બાદ ભારતમાં વિદેશી લક્ઝરી કારની આયાત ઘણી સસ્તી થવા જઈ રહી છે. જો આ ડ્યુટી ઘટાડીને માત્ર 10% કરવામાં આવે તો જ્યારે નવી ક્વોટા સિસ્ટમ લાગુ થશે ત્યારે મોંઘીદાટ કારો લાખો રૂપિયા સસ્તી થશે. જેનો અંદાજિત ભાવ નીચે મુજબ છે.
![]() |
| આ એક અનુમાન છે, કારની કિંમત જીએસટી , સેસ , રજીસ્ટ્રેશન , વીમા બાદ નક્કી થતી હોય છે |
નોંધ: આ ગણતરી માત્ર એક અંદાજ છે. આગામી વર્ષોમાં જ્યારે આ કાપ સંપૂર્ણપણે લાગુ થશે, ત્યારે મોંઘવારીના કારણે કારની બેઝ પ્રાઈસ (મૂળ કિંમત) માં વધારો થઈ શકે છે.



