app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

UPAનું નામ INDIA રાખવા બદલ કેન્દ્ર સરકાર-ચૂંટણી પંચ સહિત 26 વિપક્ષી દળોને નોટિસ, શુક્રવારે જવાબ માગ્યો

ગઠબંધનનું ટુંકુ નામ INDIA રાખવા પર PIL કરાતા દિલ્હી હાઈકોર્ટે નોટિસ ફટકારી

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને પણ જવાબ આપવા આદેશ આપ્યો

Updated: Aug 7th, 2023

નવી દિલ્હી, તા.07 ઓગસ્ટ-2023, સોમવાર

UPAનું નામ બદલીને INDIA રાખવા બદલ 26 વિપક્ષી પાર્ટીઓને નોટિસ આપવામાં આવી છે. 18 જુલાઈએ યોજાયેલી વિપક્ષની બેઠકમાં ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીએ તેમના 26 પક્ષોના ગઠબંધનને ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂસિવ એલાયન્સ’ નામ આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ગઠબંધનનું ટૂંકું નામ ઈન્ડિયા રાખવા પર એક PIL એટલે કે જાહેર હિતની અરજી દાખલ કરાઈ છે. અરજદારનું કહેવું છે કે, શોર્ટ ફોર્મ ઈન્ડિયા રાષ્ટ્રીય પ્રતીક એટલે કે એમ્બ્લમનો ભાગ છે. આવી સ્થિતિમાં આ નામનો રાજકીય ઉપયોગ કરી શકાય નહીં. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે આ જ મામલે 26 પક્ષકારો તેમજ કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો હતો.

ચૂંટણી પંચે જવાબ ન આપતા કોર્ટમાં અરજી કરી

વિપક્ષનું નવું જોડાણ INDIA, ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સના ટૂંકા સ્વરૂપ સામે દિલ્હી હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાનું કહેવું છે કે આના કારણે ચૂંટણી દરમિયાન દેશની કાયદો અને વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે. અરજદારે ભારતીય ચૂંટણી પંચ તરફથી જવાબ ન મળવાને કારણે કોર્ટમાં અરજી કરી છે. કોર્ટ શુક્રવારે આ અરજી પર સુનાવણી કરવા જઈ રહી છે.

Gujarat