Get The App

પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ, જામનગર-રાજકોટની ફ્લાઇટ્સ રદ

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ, જામનગર-રાજકોટની ફ્લાઇટ્સ રદ 1 - image


ભારતીય સેના અડધી રાત્રે પાકિસ્તાનના 9 ઠેકાણે એરસ્ટ્રાઈક કર્યા બાદ ભારતભરમાં ઍલર્ટ આપવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા હતા. જે બાદ શ્રીનગર એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયું છે. આટલું જ નહીં ભારતમાં અનેક ફ્લાઇટ્સ રદ પણ થઈ છે. 

પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ, જામનગર-રાજકોટની ફ્લાઇટ્સ રદ 2 - image

પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ, જામનગર-રાજકોટની ફ્લાઇટ્સ રદ 3 - image

એર ઈન્ડિયાએ બપોરના 12 વાગ્યા સુધીની જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ચંડીગઢ, પંજાબ જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. જામનગર, ભુજ, રાજકોટ, જોધપુર, અમૃતસરની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. 

ઈન્ડિગોની પણ અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.

મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરાઇ છે કે તેઓ યાત્રા શરૂ કરતાં પહેલા ફ્લાઇટની જાણકારી મેળવી લે. 

Tags :