Get The App

ભારતના 32 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઇટ રદ કરવા નિર્ણય, પાકિસ્તાન સાથે તણાવભરી સ્થિતિ

Updated: May 10th, 2025

GS TEAM

Google News
Google News
ભારતના 32 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઇટ રદ કરવા નિર્ણય, પાકિસ્તાન સાથે તણાવભરી સ્થિતિ 1 - image


India airport closures May 2025: પાકિસ્તાન સાથે વધતાં જતાં તણાવ વચ્ચે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા ઉત્તર અને પશ્ચિમ ભારતના કુલ 32 એરપોર્ટ્સ પર 9થી 14 મે 2025 સુધી તમામ પેસેન્જર ફ્લાઇટ તાત્કાલિક રદ કરવાનો નિર્ણય લેવાયો છે. દેશમાં એવિએશન રેગુલેટર DGCA એ જણાવ્યું કે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને અન્ય સંબંધિત વિમાન એજન્સીઓએ આ સંબંધમાં NOTAM (નોટીસ ટૂ એરમેન) જાહેર કરી છે. 

DGCA એ જણાવ્યું કે AAI અને તેની સાથે જોડાયેલી એવિએશન ઓથોરિટીએ એરમેનને નોટિસ (NOTAM) જાહેર કરીને જણાવ્યું છે કે ઓપરેશનલ કારણોના લીધે 9 મેથી 14 2025 સુધી (જે 15 મે 2025ના  0529 ISTના અનુરૂપ છે) તમામ સિવિલ ઉડાનોને દેશના 32 એરપોર્ટ પર હંગામી ધોરણે બંધ કરવામાં આવે છે. 

 આ 32 એરપોર્ટ પર હંગામી ધોરણે ઉડાનો રદ 

1. અદમપુર 2. અંબાલા 3. અમૃતસર 4. અવંતિપુર 5. ભટિંડા 6. ભુજ 7. બિકાનેર 8. ચંદીગઢ 9. હલવારા 10. હિંડોન 11. જેસલમેર 12. જમ્મુ 13. જામનગર 14. જોધપુર 15. કંડલા 16. કાંગડા (ગગ્ગલ) 17. કેશોદ 18. કિશનગઢ 19. કુલ્લુ મનાલી (ભુંતર) 20. લેહ 21. લુધિયાણા 22. મુંદ્રા 23. નલિયા 24. પઠાણકોટ 25. પટિયાલા 26. પોરબંદર 27. રાજકોટ (હિરાસર) 28. સરસાવા 29. શિમલા 30. શ્રીનગરી 31. થોઇસ 32. ઉત્તરલાઇ

Tags :