Get The App

ભારતમાં 4 વર્ષમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ, હુરુન ઈન્ડિયાના વેલ્થ રિપોર્ટમાં દાવો

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં 4 વર્ષમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ, હુરુન ઈન્ડિયાના વેલ્થ રિપોર્ટમાં દાવો 1 - image

Hurun India Wealth Report 2025: ભારતમાં અમીરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હુરુન ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ, છેલ્લા 4 વર્ષમાં દર 30 મિનિટે એક નવું કરોડપતિ ઘર આ ક્લબમાં જોડાયું છે. એટલે કે, દર અડધા કલાકે એક ભારતીય પરિવારની સંપત્તિ $1 મિલિયન (આશરે ₹8.5 કરોડ)ને પાર કરી રહી છે.

ભારતમાં વધી રહેલા કરોડપતિ પરિવારો

હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ 2025 મુજબ, ભારતમાં કરોડપતિ પરિવારો (જેમની નેટ વર્થ ₹8.5 કરોડ કે તેથી વધુ છે)ની સંખ્યા 2021માં 4.58 લાખ હતી, જે 2025માં વધીને 8.71 લાખ થઈ ગઈ છે. આ ચાર વર્ષમાં લગભગ 90%નો વધારો જોવા મળ્યો છે. જો આ જ ગતિએ વૃદ્ધિ ચાલુ રહેશે, તો આગામી 10 વર્ષમાં આ સંખ્યા 20 લાખ સુધી પહોંચી શકે છે.

શહેરો અને રાજ્યોની સ્થિતિ

મુંબઈ હજુ પણ ભારતની 'Millionaire Capital' છે, જ્યાં 1.42 લાખથી વધુ શ્રીમંત પરિવારો વસે છે. જયારે આ યાદીમાં દિલ્હી 68,200 કરોડપતિ પરિવારો સાથે બીજા ક્રમે છે. તેમજ બેંગલુરુ 31,600 કરોડપતિ પરિવારો સાથે ત્રીજા સ્થાને છે.

રાજ્યોની વાત કરીએ તો, મહારાષ્ટ્ર 1.78 લાખ કરોડપતિ પરિવારો સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યો આવે છે.

આ પણ વાંચો: સોફ્ટવેરથી મોટાપાયે 'વોટ ચોરી' થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો

સંપત્તિમાં વધારાનું કારણ

રિપોર્ટ અનુસાર, ભારતની જીડીપી વૃદ્ધિ અને મજબૂત નાણાકીય બજારો આ પરિવર્તનનું મુખ્ય કારણ છે. શેરબજારમાં સતત વધારો, ડિજિટલ પેમેન્ટ્સમાં વધારો અને રિયલ એસ્ટેટમાં વધી રહેલા રોકાણે પણ અમીરોની સંખ્યા વધારી છે.

સંપત્તિનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે?

કરોડપતિઓની સંપત્તિની ગણતરીમાં બેન્ક બેલેન્સ, શેર, પ્રોપર્ટી, ઘરેણાં અને બિઝનેસની કિંમતનો સમાવેશ થાય છે. આમાંથી લોન બાદ કર્યા પછી જો કુલ સંપત્તિ ઓછામાં ઓછી ₹8.5 કરોડ હોય, તો તે વ્યક્તિ 'મિલિયોનેર' કહેવાય છે. જ્યારે જેની સંપત્તિ $1 બિલિયનથી વધુ હોય (લગભગ ₹8,300 કરોડ), તેને 'બિલિયોનેર' કહેવાય છે.

ભારતમાં 4 વર્ષમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ, હુરુન ઈન્ડિયાના વેલ્થ રિપોર્ટમાં દાવો 2 - image