India 2025 Unforgettable Incident : અલવિદા કહી રહેલું વર્ષ 2025 અત્યંત ભયાનક યાદો લઈને આવ્યું હતું, જેને ક્યારે ભૂલી શકાશે નહીં. આ વર્ષમાં દેશે ક્યારેય ભૂલી ન શકાય તેવી સાત ભયાનક ઘટનાઓનો સામનો કર્યો હતો, જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. 2025ની શરૂઆતમાં પ્રયાગરાજમાં નાસભાગ મચી હતી, તો અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન પણ ક્રેશ થયું છે. એટલું જ નહીં ભારતીય સેનાએ પાકિસ્તાનને ધ્રુજાવવા માટે ઓપરેશન સિંદૂર પાર પાડી સૈન્ય ગૌરવ વધાર્યું હતું. તો આજે આપણે વર્ષ 2025માં થયેલી સાત મોટી દુર્ઘટનાઓ વિશે જાણીશું.

1... પ્રયાગરાજ : મહાકુંભમાં નાસભાગ, 30ના મોત
વર્ષ 2025ની શરૂઆત એટલે કે 29 જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાં મહાકુંભનો હર્ષોલ્લાસ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અચાનક મોટી દુર્ઘટના બની હતી. મહાકુંભમાં મૌની અમાવસ્યા (28 જાન્યુઆરી)ના દિવસે સંગમ ઘાટ નજીક નાસભાગ મચી ગઈ હતી, જેમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

2... ભારતીય સેનાએ પાકિસ્તાનને ફફડાવી દેશનું ગૌરવ વધાર્યું
વર્ષ 2025માં દેશમાં સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ઘૂસણખોરી કરીને મુસાફરો-રહેવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા. આ ઘટનાના 14 દિવસ બાદ સાતમી મેએ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડી પાકિસ્તાનને ફફડાવી દીધું હતું. સેનાએ પાકિસ્તાન અને PoKમાં 9 ઠેકાણાઓ પર બ્રહ્મોસ મિસાઈલથી હુમલા કર્યા હતા, જેમાં 100થી વધુ આતંકવાદીઓનો નાશ થયો હતો. 1971 બાદ આ મોટું સૈન્ય ઓપરેશન હતું, જેનાથી પાકિસ્તાની સેના ગભરાઈ ગઈ.
Pahalgam attack: 12 tourists injured. 1 dead. Casualties likely to rise.
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 22, 2025
Eyewitness says terrorist checked religion (Non-Muslim) before shooting.
PM calls HM Amit Shah and asks him to take immediate measures including visit to site. Urgent meeting called at HM residence pic.twitter.com/lITGOfhs2A

3... અમદાવાદમાં પ્લેન ક્રેશ, 280ના મોત
આ વર્ષે સૌથી ભયાનક ઘટના પ્લેન ક્રેશની બની હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ટેકઓફ થઈ હતી, જોકે ટેકઓફની થોડી જ સેકન્ડોમાં વિમાન એરપોર્ટ નજીક એક મેડિકલ કૉલજની બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું. આ ઘટનામાં ફ્લાઈટમાં સવાર 241 પ્રવાસીઓ અને હૉસ્ટેલમાં 39 ડૉક્ટરોએ જીવ ગુમાવ્યો હતો.

4... દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ, 18ના મોત
16 ફેબ્રુઆરી-2025ના રોજ મહાકુંભને લઈને નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 14-15 પર ભારે ભીડ ઉમટી પડી હતી, જેમાં નાસભાગ થતાં 9 મહિલા અને પાંચ બાળકો સહિત 18 લોકોના મોત થયા હતા. બે ટ્રેનો મોડી પડતા ભીડ વધવા લાગી હતી જેમાં પ્લેટફોર્મ પર ટ્રેનનો નંબર બદલાઈ જતા ભીડ એકાએક વધી ગઈ હતી. પ્રવાસીઓ વચ્ચે ભ્રમ ઉભો થતા અને એક મુસાફરનો ભારે સામાન પડતા અફરાતફરી મચી હતી, જેના કારણે આ ભયાનક દુર્ઘટના બની હતી.

5... IPL-2025ની ઉજવણી વખતે બેંગલુરુ સ્ટેડિયમમાં નાસભાગ, 11ના મોત
રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ 18 વર્ષ બાદ IPL-2025માં ચેમ્પિયન બની હતી. આ જીતની ઉજવણી કરવા માટે ચાર જૂનના રોજ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિમમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી ટાણે ભારે ભીડ ઉમટી પડી હતી, જેમાં નાસભાગ થતાં 11 લોકોના મોત અને 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં RCBના માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની પોલીસે ધરપકડ કરવામાં આવી હતી. RCBએ નાસભાગમાં જીવ ગુમાવનારા 11 સમર્થકોના પરિવારોને 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી.

6... લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ, 13ના મોત
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે 10 નવેમ્બરે કારમાં ભયાનક વિસ્ફોટ થયો હતો, જેમાં 13 લોકોના મોત અને 32 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બ્લાસ્ટની અસર એટલી ભયાનક હતી કે, તપાસ એજન્સીઓને એક મૃતદેહ નજીકના એક ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો છે. એક હ્યુન્ડાઈ I-20 કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન સ્થળ પર સિગ્નલ બંધ હતું અને કારની આસપાસ પણ અનેક વાહનો હતો, તે તમામ વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા, જ્યારે અનેક વાહનોના ચિથરા પણ ઉડી ગયા હતા.

7... ગોવા નાઈટક્લબ અગ્નિકાંડ, 20ના મોત
ગોવાના બાઘા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત 'બિર્ચ બાય રોમિયો લેન' નાઈટ ક્લબમાં 6 ડિસેમ્બરના રોજ ભીષણ આગ લાગી હતી, જેમાં 25 લોકોનાં કરૂણ મોત થયા હતા. ડાન્સ ફ્લોર પર ગીતો વાગી રહ્યા હતા અને લોકો ડાન્સ કરી રહ્યા હતા. આ જ સમયે ક્લબની છત પર અચાનક આગ ભડકી હતી. ગણતરીની સેકન્ડોમાં ધુમાડો ફેલાતા આખા ફ્લોર પર ચીસાચીસ શરૂ થઈ ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે દોડાદોડ કરવા લાગ્યા હતા. આ ઘટનામાં પોલીસે રેસ્ટોરન્ટના માલિક સૌરભ અને લૂથરાની ધરપકડ કરી લીધી હતી.


