15 ઓગસ્ટ પર તિરંગો ફરકાવતા સમયે આ વાતનું રાખો ધ્યાન, જાણો શું છે નિયમ
ધ્વજારોહણ અને તિરંગા ફરકાવવા બાબતમાં છે અંતર
તા. 12 ઓગસ્ટ 2012, શનિવાર
15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને આઝાદીની ખુશીના પ્રસંગે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટની વચ્ચે હરઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આવામાં લોકો તેમના ઘરોની ઉપર તિરંગો ફરકાવશે પરંતુ આવું કરતાં પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરુરી છે. તિરંગા ફરકાવવા માટેના પણ કેટલાક નિયમો છે. જને દરેક લોકોએ જાણવા જરુરી છે. જો ખોટી રીતે તિરંગો ફરકાવવામાં આવશે તો તમારે દંડ ભરવો પડશે અને સજા પણ થશે. આટલું જ નહી તેમા તમારે જેલમાં પણ ધકેલવામાં આવી શકે છે.
ધ્વજારોહણ અને તિરંગા ફરકાવવા બાબતમાં છે અંતર
15 ઓગસ્ટના રોજ ધ્વજારોહણ કરવામાં આવે છે અને 26મી જાન્યુઆરીએ તિરંગો ફરકાવવામાં આવે છે. ધ્વજારોહણ અને ઝંડો ફરકાવવા વચ્ચે એક મોટુ અંતર છે. જ્યારે તિરંગાને નીચેથી દોરી બાંધી તેને ખેચીને ફરકાવવામાં આવે છે, તેને ધ્વજારોહણ કહેવામાં આવે છે. 26 જાન્યુઆરીએ તિરંગો ઉપર જ બાંધેલો હોય છે, જેને પુરો ખોલીને ફરકાવવામાં આવે છે તેન ઝંડો ફરકાવ્યો કહેવામાં આવે છે.
ભારત ધ્વજા સંહિતાનું ઉલ્લંઘન રાષ્ટ્રીય સમ્માન અધિનિયમ 1971ના કાયદા મુજબ અપમાનના કેસમાં દડ માનવામાં આવે છે. કલમ 3.23 રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શનનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે આજે વિશેશ માહિતી મેળવીએ.
તિંરંગો ફરકાવવા માટેના નિયમો
15 ઓગસ્ટ પર તિરંગો ફરકાવતા સમયે આ નિયમ જાણીલો, નહીં તો થઈ શકે છે જેલ
- તિરંગો ફરકાવતા સમયે તિરંગો ભીનો ન હોવો જોઈએ અથવા તો કોઈપણ ક્ષતિનો હોવી જોઈએ
- કેસરી રંગ ઉપર, સફેદ રંગ વચ્ચે અને લીલો રંગ હંમેશા નીચેની પટ્ટીમાં હોવો જોઈએ
- પહેલા માત્ર હાથથી બનાવેલા ઝંડાનો જ ઉપયોગ થતો હવે તમે મશીનમાં બનેલા ધ્વજ પણ ફરકાવવાની મંજૂરી છે
- ધ્વજને તમે હવે 24 કલાક દરમિયાન ગમે ત્યારે ફરકાવી શકો છો
- ધ્વજનો આકાર લંબચોરસ હોવો જોઈએ. તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3.2 હોવો જોઈએ અને અશોક ચક્રમાં 24 સ્પોક્સ હોવા જોઈએ
- કોઈપણ પરિસ્થિતિમાં ધ્વજ જમીનને ન સ્પર્ષવો જોઈએ અને રાષ્ટ્ર ધ્વજથી ઊંચો કોઈ અન્ય ધ્વજ ન હોવો જોઈએ
- રાષ્ટ્ર ધ્વજને સળગાવવા, નુકશાન પહોંચાડવા, મૌખિક અપમાન કરવા પર 3 વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઇ શકે છે
- ધ્વજ પર કઈ પણ લખી ન શકાય અને ફાટેલો પણ ન હોવો જોઈએ
- તિરંગો લહેરાવવો તમામ નાગરિકનો અધિકાર છે. પરંતુ તેનો મતલબ એ નથી કે ગમે તે પોતાની કારમાં ધ્વજ લગાવીને ફરી શકે. ધ્વજ સંહિતા અનુસાર માત્ર બંધારણીય લોકો જ પોતાની કારમાં લગાવી શકે છે.