Get The App

3 ઈડિયટ જેવી ઘટના.. મેડિકલ સ્ટુડન્ટે ચાલુ ટ્રેને કરાવી ડિલીવરી

Updated: Sep 14th, 2022

GS TEAM

Google News
Google News
3 ઈડિયટ જેવી ઘટના.. મેડિકલ સ્ટુડન્ટે ચાલુ ટ્રેને કરાવી ડિલીવરી 1 - image

- ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલાએ આપ્યો બાળકને જન્મ

સિકંદરાબાદ, તા. 14 સપ્ટેમ્બર 2022, બુધવાર

સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ જતી દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ગર્ભવતી મહિલા પોતાના પરિવારના સભ્યો સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, ત્યારે તેને અચાનક પ્રસવ પીડા શરૂ થઈ હતી. તે ડબ્બામાં એક મેડિકલ સ્ટુડન્ટ પણ મુસાફરી કરી રહી હતી. તેણે ગર્ભવતી મહિલા મુસાફરની ડિલીવરીમાં મદદ કરી હતી. 

મેડિકલ સ્ટુડન્ટે ડિલીવરીમાં મદદ કરી

શ્રીકાકુલમની ગર્ભવતી મહિલા પોતાના પરિવાર સાથે મુસાફરી કરી રહી હતી ત્યારે તેને અનાકાપલ્લી સ્ટેશનની પાસે પ્રસવ પીડા શરૂ થઈ ગઈ હતી. તે જ ડબ્બામાં મુસાફરી કરી રહેલી મેડિકલની વિદ્યાર્થીએ ગર્ભવતી મહિલાની મદદ કરી હતી અને મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

3 ઈડિયટ જેવી ઘટના.. મેડિકલ સ્ટુડન્ટે ચાલુ ટ્રેને કરાવી ડિલીવરી 2 - image

બાળકના જન્મ બાદ મહિલા અને બાળકને હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં બન્નેને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું કહેવામાં આવ્યું છે. નવજાત શિશુના સકુશળ જન્મ બાદ પરિવારજના સભ્યો ખુબ જ ખુશ થઈ ગયા હતા. માતા અને બાળક બન્ને સુરક્ષિત છે. ગર્ભવતી મહિલાના પરિવારે બાળકને બચાવવા માટે મેડિકલ સ્ટુડન્ટનો આભાર માન્યો હતો.

31 જુલાઈના રોજ પણ આવો જ કિસ્સો બન્યો હતો

આ કંઈ પહેલો કિસ્સો નથી જેમાં મહિલાએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન બાળકને જન્મ આપ્યો હોય. ગત 31 જુલાઈના રોજ જમ્મુ તવીથી કોલકાતા જતી ટ્રેનમાં ગર્ભવતી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ આસનસોલ સ્ટેશન ઉપર માતા અને બાળકીને સ્ટેશન ઉપર ઉતારીને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ગર્ભવતી મહિલા પોતાના બે બાળકો સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. પશ્ચમિ બંગાળમાં કુમારધાબી પાસે તેને અચાનક લેબર પ્રસવ પીડા શરૂ થઈ ગઈ હતી.

મુસાફરોએ કરી હતી ડિલીવરીમાં મદદ

મળતી માહિતી મુજબ ટ્રેન પૂર ઝડપે દોડી રહી હતી અને આગળનું સ્ટેશન આસનસોલ ખૂબ જ દૂર હતું. મહિલાની હાલત જોઈને ટ્રેનમાં બેઠેલા મુસાફરોએ તેની મદદ કરી હતી. ગર્ભવતી મહિલાની ચારે બાજુ ચાદરનો પડદો કરીને કેટલીક મહિલા મુસાફરોએ તેની ડિલીવરી કરાવી હતી. ત્યાં હાજર લોકોએ ટ્રેનમાં TTE ને આ વિશે માહિતી આપી હતી. TTEએ તરત જ આસનસોલ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને મહિલાની હાલત વિશે જણાવ્યું હતું. ત્યારબાદ PPF સબ-ઈન્સ્પેક્ટરની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. મહિલા અને બાળકી બન્નેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં બન્ને સ્વસ્થ હોવાનું જણાવવામાં આવ્યું હતું.