નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન : 25 પક્ષોએ આમંત્રણ સ્વીકાર્યું : તેમાં 7 બિન-NDA પક્ષો છે
- બિન-NDA પક્ષોમાં બસપા, શિરોમણી અકાલીદળ, જ.દ.(એસ), લોકજનશક્તિ પાર્ટી (પાસવાન), YSR કોંગ્રેસ, બીજુ જનતા દળ અને તેલુગુ દેશમ્ પાર્ટી (TDP) સામેલ છે
નવી દિલ્હી : દેશનું નવું સંસદ ભવન તૈયાર થઈ ગયું છે. હાઈટેક સુવિધાઓ ધરાવતા આ ભવનનું ઉદ્ધાટન તા. ૨૮મી મે ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું કરશે. ત્યારે કોંગ્રેસ સહિત કેટલાએ વિપક્ષોએ મોદીનાં હાથે કરવામા આવનારા ઉદ્ધાટનનો મુદ્દો બનાવી, રાજકીય 'મહાભારત' છેડી દીધું છે. વિપક્ષો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે આ ભવનનું ઉદ્ધાટન કરવાની માગણી કરી રહ્યા છે.
બીજી તરફ કેટલાક વિરોધ પક્ષો સરકારના સમર્થનમાં ઉભા રહ્યા છે. આમ ઉદ્ધાટનના મુદ્દા પર વિપક્ષો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. ૨૫ વિપક્ષોએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. જયારે ૨૧ પક્ષોએ ખુલ્લે આમ ઉદ્ધાટન સમારોહનો વિરોધ કર્યો છે.
જે ૨૫ પક્ષોએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે તેમાં ૭ વિપક્ષી દળો છે. બસપા, શિરોમણી અકાલીદળ, જ.દ.(એસ), લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન), વાયએસઆર કોંગ્રેસ, બીજુ જનતા દળ અને તેલુગુ દેશમ્ પાર્ટી (TDP) - ચંદ્રાબાબુ નાયડુ.