India

'કાશ્મીરમાં હિંસા : પરમાણુ શસ્ત્રો' 'મુનીર-ડોકટ્રીન'નાં મુખ્ય પાસાઓ

By GS TEAM
10 Dec 20252 mins read
'કાશ્મીરમાં હિંસા : પરમાણુ શસ્ત્રો' 'મુનીર-ડોકટ્રીન'નાં મુખ્ય પાસાઓ

- સીડીએસનું પદ સંભાળ્યા પછી મુનીરનો પહેલો 'વિસ્ફોટ'

- 'ભારતે કોઈ ગેર સમજમાં રહેવું ન જોઈએ : હવે તે ફરીથી હુમલો કરશે તો પાકિસ્તાન તેનો એટમિક-આન્સર' આપશે

નવી દિલ્હી : પોતાની જાતે જ થઈ પડેલા ફિલ્ડ માર્શલ ફાઈવ સ્ટાર જનરલ અસીમ મુનીર ઓપરેશન સિંદુરમાં માર ખાધા પછી ધૂંધવાઈ ગયા છે. ચીફ ઓફ ડીફેન્સ ફોર્સીસના વડા હવે લગભગ રોજે રોજ ભારતને ધમકીઓ આપતા જ રહે છે. પરંતુ ગઈકાલે તેમણે સેનાઓના ઉચ્ચ અધિકારીઓને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દો આપણે મન કેન્દ્રીય મુદ્દો છે. તે માટે યુદ્ધ કરવું પડે તો તે પણ કરવું. હવેનું યુદ્ધ માત્ર પરંપરાગત નહીં રહેતા પરમાણુ યુદ્ધ બની રહેશે. ભારતે તે વિષે જરા પણ ગફલતમાં રહેવાની જરૂર નથી.

ફિલ્ડ માર્શલ મુનીરના આ શબ્દ પ્રયોગોને વિશ્લેષકો મુનીર-ડોક્ટ્રીન કહે છે. તેઓ કહે છે કે તેના બે જ મુખ્ય સિદ્ધાંતો છે. એક કાશ્મીર મુદ્દો સળગતો રાખવો અને યુદ્ધ થાય તો પરમાણુ શસ્ત્રોનો પણ ઉપયોગ કરવો પડશે તો મુનીર આટલી હદે જવા તૈયાર છે.

નિરીક્ષકો આ સાથે કહે છે કે હવે તો તે સ્પષ્ટ થઈ ગયું છે કે મુનીર જ પાકિસ્તાનમાં સર્વેસર્વા છે. નહીં તો પરમાણુ યુદ્ધ સુધીની વાત સંધીર-કેબિનેટને પૂછયા સિવાય કહી ન શકે. કોઇ પણ દેશની સરકાર પરમાણુ યુદ્ધ સુધીની ધમકી તેના કોઈ પણ અધિકારીને તેની મંજૂરી વિના ઉચ્ચારવા જ ન દે.

બીજી તરફ ભારત જરા પણ ગફલતમાં નથી. સંભવ પૂરે પૂરો છે કે ભારતે તેના પરમાણુ શસ્ત્રો અને તે વહી શકે તેવા મિસાઈલોની સંખ્યા વધારતું જ જતું હશે. ગફલતમાં ભારતે નહીં પાકિસ્તાને રહેવાની જરૂર નથી.