Get The App

VIDEO : દિલ્હીમાં બસ બની 'અગનગોળો', બાઇકવાળો 'ફરિશ્તો' બનીને આવ્યો અને બચાવ્યાં સૌના જીવ

Updated: Aug 29th, 2024

GS TEAM


Google News
Google News

VIDEO : દિલ્હીમાં બસ બની 'અગનગોળો', બાઇકવાળો 'ફરિશ્તો' બનીને આવ્યો અને બચાવ્યાં સૌના જીવ 1 - image

Image: Facebook

Bus Fire in Delhi: દિલ્હીના જગતપુરી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. મુસાફરોથી ભરેલી એક ક્લસ્ટર બસમાં આગ લાગી ગઈ. મુસાફરોને અફરાતફરીમાં બસથી બહાર કાઢવામાં આવ્યા. બસમાં આગ લાગવાથી જગતપુરી, પ્રીત વિહાર અને પટપડગંજ વિસ્તારમાં ઘણા કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે. બાઇક ચલાવી રહેલો એક વ્યક્તિ બસમાં બેસેલા લોકો માટે 'ફરિશ્તો' બનીને આવ્યો. બસમાં આગ લાગી છે તેની માહિતી બાઇક ચલાવનારે જ ડ્રાઇવરને આપી. 

બાઇક ચલાવનાર 'ફરિશ્તા'એ બચાવ્યો સૌનો જીવ

મળતી માહિતી અનુસાર બાઇક ચલાવનાર એક વ્યક્તિએ બસ ડ્રાઇવરને જણાવ્યું કે, ક્લસ્ટર બસમાં આગ લાગી ગઈ છે. ડ્રાઇવરે તાત્કાલિક બસ રોકી અને અંદર બેસેલા તમામ મુસાફરોને બહાર કાઢ્યા. બસમાં આગ લાગ્યા બાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં બસ અગનગોળાની જેમ સળગતી જોવા મળી રહી છે. ધૂમાડાના ગોટેગોટા ઊડી રહ્યા છે. વીડિયો શૂટ કરી રહેલો વ્યક્તિ ભાગો-ભાગો કહેતો સંભળાઈ રહ્યો છે.

ઘણા કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ 

બસમાં આગ લાગ્યા બાદ જગતપુરી, પ્રીત વિહાર અને પટપડગંજ વિસ્તારમાં ઘણા કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ લાગી ગયો છે. અન્ય વીડિયો પણ સામે આવ્યા છે જેમાં રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે છે. બીજી લેન પર ગાડીઓ ધીમે-ધીમે આવતી નજર આવી રહી છે. સામાન્ય વરસાદ પણ પડી રહ્યો છે. બસની અંદર રેસ્ક્યુ ટીમના લોકો નજર આવી રહ્યા છે. બસ સંપૂર્ણપણે સળગીને રાખ થઈ ગઈ છે.

કોઈ જાનહાનિની માહિતી નથી

મળતી માહિતી અનુસાર ગુરુવારે સવારે 09.45 વાગે ફાયર બ્રિગેડને બસમાં આગ લાગવાની માહિતી મળી. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓને મોકલવામાં આવી. એક કલાકમાં આગ પર સંપૂર્ણરીતે કાબૂ મેળવી લેવાયો. સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિની માહિતી નથી. 

Tags :