Get The App

બિહારમાં વિધાનસભા ચુંટણી પહેલા કુલ ૭.૪૨ કરોડ મતદાતાઓ, ૪૭ લાખ કપાયા

૧ જુન ૨૦૨૫ના રોજ મતદાતાઓનો આંકડો ૭.૮૯ કરોડનો હતો.

ફોર્મ ૬ ભરીને હજુ પણ રહી ગયેલા મતદાતાઓ નામ નોંધાવી શકે છે

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં વિધાનસભા ચુંટણી પહેલા કુલ ૭.૪૨ કરોડ મતદાતાઓ, ૪૭ લાખ કપાયા 1 - image

પટણા,૩૦ સપ્ટેમ્બર,૨૦૨૫,મંગળવાર 

બિહાર વિધાનસભાની ચુંટણીની તૈયારીના ભાગરુપે રાજયમાં મતદાનની ફાઇનલ યાદી તૈયાર થઇ ગઇ છે.યાદી મુજબ અત્યાર સુધી બિહારમાં કુલ ૭ કરોડ ૪૨ લાખ મતદાતાઓ છે જે ગત સમયની ૧ જુન ૨૦૨૫ના રોજ આંકડો ૭.૮૯  કરોડનો હતો. એ દ્વષ્ટીએ જોઇએ તો કુલ ૪૭ કરોડ મતદાતાઓની સંખ્યા ઘટી છે. ૧ ઓગસ્ટ ૨૦૨૪ની યાદીમાં બહાર પાડવામાં આવેલા ડ્રાફટ વોટર લિસ્ટમાં કુલ ૭.૨૪ કરોડ મતદાતા હતા. ચુંટણી પંચે બહાર પાડેલા નવીનત્તમ આંકજા અનુસાપ ડ્રાફટ મતદાતા સૂચીની સરખામણીમાં ૩ લાખ ૬૬ હાજર નામ અયોગ્ય જણાતા કમી કરવામાં આવ્યા છે. જયારે ડ્રાફટ રોલમાં શામેલ ના હોવાથી ૨૧.૫૩ લાખ નવા મતદાતાઓને ફોર્મ  ૬ ભરીને પોતાના નામ જોડવામાં આવ્યા છે.

ચુંટણી પંચના જણાવ્યા અનુસાર કોઇ યોગ્ય વ્યકિત હજુ પણ પોતાનું નામ ઇચ્છે તો મતદાતા સૂચીમાં નામ જોડી શકે છે તેના માટે ફોર્મ ૬ ભરવું પડશે. શરત એટલી જ છે કે અરજી ચુંટણીમાં નામાંકન કરવાની અંતિમ તારીખના દસ દિવસ પહેલા જમા થવી જરુરી છે. જો કોઇ વ્યકિત અંતિમ મતદાતા યાદીમાં નામ બાબતે સંતુષ્ટ ના હોયતો જન પ્રતિનિધિત્વ  નિયમ ૧૯૫૦ની કલમ ૨૪ હેઠળ જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પોતાની પ્રથમ અપીલ સીઇઓ સમક્ષ બીજી અપીલ દાખલ કરી શકે છે. બિહારમાં આ પ્રથમ મોકો હતો જેમાં વિશેષ પ્રકારના પુનરીક્ષણ ( સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન)ના માધ્યમથી  મતદાતા યાદીને વ્યાપક રીતે અપડેટ કરવામાં આવી હતી.

બિહારમાં વિધાનસભા ચુંટણી પહેલા કુલ ૭.૪૨ કરોડ મતદાતાઓ, ૪૭ લાખ કપાયા 2 - image

આયોગના આસિસ્ટન્ટ ડાયરેકટર અપૂર્વકુમારસિંહે જણાવ્યું હતું કે આ કવાયતમાં બિહારના ૨૮ જિલ્લાના ચુંટણી અધિકારીઓ (ડીઇઓ) ૨૪૩ ચુંટણી પ્રબંધન અધિકારી(ઇઆરઓ)  ૨૯૭૯ સહ ચુંટણી અધિકારી (એઇઆરઓ) અને લગભગ ૧ લાખ બૂથ સ્તરના અધિકારી (બીએલઓ) અને લાખો   સ્વયંસેવકો આમાં જોડાયા હતા.આ સાથે જ તમામ ૧૨ જેટલા મુખ્ય રાજકીય પક્ષોના  જિલ્લા અધ્યક્ષ અને ૧.૬ લાખ કરતા પણ વધુ  બુથસ્તરના એજન્ટ (બીએલએ)એ ભાગ લીધો હતો.