અનંતનાગમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશનો આતંકી ઠાર
- પાક.ના તોપમારાથી પ્રજાને બચાવવા સરહદે 2500 કરતાં વધુ બંકરો બનાવાયા
(પીટીઆઇ) શ્રીનગર, તા.8 જૂન, 2019, શનિવાર
જમ્મુ -કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણાં જૈશે મોહમ્મદનો એક આતંકવાદી માર્યા ગયો હતો, એમ પોલીસે આજે કહ્યું હતું. વિસ્તારમાં આતંકવાદીની હાજરીની ચોક્કસ બાતમી મળતા સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના વેરિંગ વિસ્તારમાં ઘેરો નાંખથી આતંકીની શોધ શરૂ કરી હતી.
દરમિયાન ઘારાઇ ગયેલા આતંકવાદીએ સુરક્ષા દળો પર ફાયરિંગ કરતા અથડામણ સર્જાઇ હતી. આંતકવાદીએ પોલીસને દૂર રાખવા ફાયરિંગ કર્યું હતું પરંતુ વળતા હુમલામાં તેનુ મોત થયું હતું.
દરમિયાન જમ્મુના વિભાગીય કમિશનર સંજીવ વર્માએ આતંરરાષ્ટ્રીય સરહદે અને અંકુશ રેખા પાસેની સ્થિતિની સમીક્ષા કરવા નાયબ કમિશનરો સાથે બેઠક કરી હતી. જમ્મુ, કઠુઆ.સાંબા, રાજૌરી અને પુંચના સરહદી વિસ્તારમાં એક હજાર કરતાં વધુ બંકરો બનાવવાની યોજનાનો તેમનો ઘટસ્ફોટ કર્યો હતો.ચાલુ વર્ષમાં અત્યાર સુધી સરહદી જિલ્લાઓમાં ૨૫૧૪ બંકરો બાંધવામાં આવ્યા હતા. આ કામ જાહેર બાંધકામ વિભાગ કરી રહ્યું છે.