Get The App

ના બેંક એકાઉન્ટ નંબર, ના IFSC કોડ, હવે IMPSથી સેકન્ડોમાં થશે પૈસા ટ્રાન્સફર, જાણો રીત

હવે માત્ર બેંકનું નામ અને લાભાર્થીનો મોબાઈલ નંબર એન્ટર કરી IMPS દ્વારા 5 લાખ સુધીની રકમ મોકલી શકાશે

લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જે નામ હશે તેના આધારે વેરિફિકેશન કરવામાં આવશે.

Updated: Oct 17th, 2023

GS TEAM


Google News
Google News
ના બેંક એકાઉન્ટ નંબર, ના IFSC કોડ, હવે IMPSથી સેકન્ડોમાં થશે પૈસા ટ્રાન્સફર, જાણો રીત 1 - image
Image Freepic

તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર 

New IMPS money transfer rule: જો તમે ઈમિડિએટ પેમેન્ટ સર્વિસ  (Immediate Payment Service)(IMPS) દ્વારા પૈસાની લેવડ-દેવડ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં  NPCIએ IMPS સર્વિસને સરળ બનાવી દીધી છે. હવે તમે બેનિફિશિયલ બનાવ્યા વગર 5 લાખ સુધીની રકમ ટ્રાંસફર કરી શકશો. એટલે કે તેનો મતલબ એવો થયો કે IMPS દ્વારા પૈસા ટ્રાંસફર કરવા માટે પ્રાપ્તકર્તા/ લાભાર્થીના એકાઉન્ટ નંબર કે IFSC કોડની જરુર નહી પડે. હવે માત્ર બેંક (Bank)નું નામ અને લાભાર્થીનો મોબાઈલ નંબર એન્ટર કરી IMPS દ્વારા 5 લાખ સુધીની રકમ મોકલી શકાશે. 

અત્યાર સુધી શું હતો નિયમ

અત્યાર સુધી એક ખાતામાંથી બીજા ખાતામાં IMPS દ્વારા મોટી રકમ મોકલવાની હોય તો તે પહેલા લાભાર્થીનું નામ, એકાઉન્ટ નંબર અને IFSC કોડ એન્ટર કરવાની જરુર પડતી હતી. આ પ્રક્રિયામાં સમય વધારે લાગતો હતો. જો કે હવે નવો નિયમ લાગુ થવાથી બેનિફિશિયલ કર્યા વગર 5 લાખ રુપિયા સુધીની રકમ એક બેંકમાંથી બીજી બેંકના ખાતામાં ટ્રાંસફર કરી શકશો. NPCIનું કહેવુ છે કે તમારે પૈસા મોકલવા માટે પ્રાપ્ત કર્તા અથવા લાભાર્થીનો મોબાઈલ નંબર અને બેંક ખાતામાં ટ્રાંસફર કરી શકો છો. વધુમાં NPCIનું કહેવુ છે કે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જે નામ હશે તેના આધારે વેરિફિકેશન કરવામાં આવશે. 

આ વાતોનું ખાસ ધ્યાન રાખશો

જો તમે મોટી રકમ IMPS દ્વારા ટ્રાંસફર કરવા જઈ રહ્યા છો તો તે પહેલા લાભાર્થીનું નામ અને મોબાઈલ નંબરને જરુર કંફર્મ કરી લેવુ જોઈએ. કોઈ અજાણ્યા વ્યક્તિને તમારુ ડેબિટ કાર્ડ (કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને સીવીવી નંબર ) શેર ન કરવો. તેમજ તમને મળેલો OTP પણ ક્યારેય કોઈ સાથે શેર ન કરો. આ સિવાય અજાણ્યા નંબરો પર કોઈ SMS ફોરવર્ડ ના કરશો અને નેટ/ મોબાઈલ બેંકિંગ લોગિન પાસવર્ડ જાહેર ન કરશો. 

ના બેંક એકાઉન્ટ નંબર, ના IFSC કોડ, હવે IMPSથી સેકન્ડોમાં થશે પૈસા ટ્રાન્સફર, જાણો રીત 2 - image

Tags :