Get The App

'વિદેશથી ચિત્તા લાવવા કરતાં આપણા ત્યાંની પ્રજાતિઓનું સંરક્ષણ કરો' વરુણ ગાંધી સરકાર પર વરસ્યાં

વરુણ ગાંધીએ કહ્યું આફ્રિકાથી ચિત્તા મગાવવા અને તેમાંથી 9ને વિદેશી ધરતી પર મરવા માટે છોડી દેવા ક્રૂરતા જ નહીં પરંતુ ઉદાસીનતા અને લાપરવાહી દર્શાવે છે

સરકાર ફરી આફ્રિકાથી ચિત્તા લાવવાની કરી રહી છે પ્લાનિંગ, ડિસેમ્બર સુધીમાં આયાત થઈ શકે

Updated: Sep 16th, 2023

GS TEAM


Google News
Google News
'વિદેશથી ચિત્તા લાવવા કરતાં આપણા ત્યાંની પ્રજાતિઓનું સંરક્ષણ કરો' વરુણ ગાંધી સરકાર પર વરસ્યાં 1 - image

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ શનિવારે ફરી એકવાર તેમની જ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. વરુણ ગાંધીએ આફ્રિકાથી ચિત્તા મગાવવાને ક્રૂરતા ગણાવી હતી. આટલું જ નહીં તેમણે આગળ કહ્યું કે વિદેશની પ્રાણીઓને મગાવવાની જગ્યાએ સારું હોત કે આપણા ત્યાંની પ્રજાતિઓનું જ સંરક્ષણ કર્યું હોત. 

વરુણ ગાંધી અનેકવાર ઊઠાવી ચૂક્યા છે સવાલો 

ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ અગાઉ પણ પોતાની સરકાર અને પાર્ટી લાઈનથી અલગ નિવેદનબાજી કરતા રહે છે. તેમણે મોદી સરકારના અનેક નિર્ણયો સામે અગાઉ પણ સવાલો ઊઠાવ્યા હતા.  

ટ્વિટ કરી સરકારને આપી સલાહ 

વરુણ ગાંધીએ એક્સ પર લખ્યું કે આફ્રિકાથી ચિત્તા મગાવવા અને તેમાંથી 9ને વિદેશી ધરતી પર મરવા માટે છોડી દેવા ક્રૂરતા જ નહીં પરંતુ ઉદાસીનતા અને લાપરવાહી દર્શાવે છે. આપણે આ શાનદાર પ્રાણીઓની પીડા વધારવાની જગ્યાએ આપણે ત્યાં ઉપલબ્ધ પ્રજાતિઓ અને તેમના આવાસના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. 

ડિસેમ્બરમાં ફરી ચિત્તા લાવવાની ચર્ચા અંગે શું કહ્યું? 

ભાજપ સાંસદે આગળ લખ્યું કે આપણે વિદેશી પ્રાણીઓની આ લાપરવાહ શોધને તાત્કાલિક બંધ કરવી જોઈએ. તેની જગ્યાએ આપણા મૂળ વન્યજીવોના કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય વાઘ ઓથોરિટીના પ્રમુખ યાદવે કહ્યું કે ચિત્તાઓની આગામી બેચ દ.આફ્રિકાથી આયાત કરાશે. તેમને મધ્યપ્રદેશના ગાંધી સાગર વન્યજીવ અભ્યારણ્યમાં રખાશે. વર્ષના અંત સુધી આ ચિત્તાઓને લાવવાની યોજના છે. 

Tags :