Get The App

ચંદ્રયાન 3 માં અમદાવાદ સેક-ઈસરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન : 8 કેમેરા અને રડાર અલ્ટીમેટર તૈયાર કર્યા

Updated: Aug 20th, 2023

GS TEAM

Google News
Google News
ચંદ્રયાન 3 માં અમદાવાદ સેક-ઈસરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન : 8 કેમેરા અને રડાર અલ્ટીમેટર તૈયાર કર્યા 1 - image


- ટેકનોલોજી, એપ્લિકેશન અને ઈમેજ પ્રોસેસિંગ અંગે જે કાર્ય કરાયું છે તેની વિગતે માહિતી આપતા સેક ડાયરેક્ટર નિલેશ દેસાઈ

- ચંદ્રયાન-૩માં અમદાવાદ સેક દ્વારા કુલ ૧૧ પ્રણાલીઓ પર કામ કરાયું છે 

- લેન્ડિંગ સાઈટનું સિલેક્શન પ્રોસેસિંગનું ૮૦ ટકા કામ અમદાવાદ સેન્ટરે કર્યું 

- સેક-ઈસરોના ૭૦૦થી વધુ કર્મચારીઓએ ચંદ્રયાન-૩માં મહત્વનું કામ કર્યું છે

- પ્રજ્ઞાાન રોવર વિક્રમ લેન્ડરના ૫૦૦ મીટર એરિયામાં ભ્રમણ કરી ડેટા મોકલશે

- વિક્રમ લેન્ડર જ્યાં ઉતરશે ત્યાંની ૩ડી તસવીર

અમદાવાદ: ભારતભરમાં ભારતીય અંતરિક્ષ સંસ્થાન એટલે કે ઈસરોના કુલ ૨૧ સેન્ટર કાર્યરત છે, જેમાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક)ની કામગીરી બધા સેન્ટરોમાં વિશેષ રહેલી છે. અમદાવાદના સેક- ઈસરો સેન્ટરમાં રિમોટ સેન્સિંગ સેટેલાઈટ, કોમ્યુનિકેશન સેટેલાઈટ અને નેવિગેશન સેટેલાઈટને લઈને ઉમદા કામ થયું છે. આ ઉપરાંત ચંદ્રયાન-૧, ચંદ્રયાન -૨ અને ચંદ્રયાન-૩માં પણ સેક-ઈસરોનું પાયાનું યોગદાન રહેલું છે. આ અંગે અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશભાઈ દેસાઈએ એક ખાસ મુલાકાતમાં ચંદ્રયાન-૩માં અમદાવાદ સેન્ટર તરફથી જે ટેકનોલોજી, એપ્લિકેશન અને ઈમેજ પ્રોસેસિંગ અંગે કાર્ય કરાયું છે તેની વિગતે માહિતી આપી હતી.  નિલેશભાઈ દેસાઈએ કહ્યું કે, આ વખતે ચંદ્રયાન-૩ને લઈને વૈજ્ઞાાનિકો અને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે હવે ચંદ્રયાન-૩ મિશનના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. અમદાવાદના સેક-ઈસરો સેન્ટર દ્વારા કુલ ૧૧ પ્રણાલીઓમાં કામ હાથ ધરાયું હતું, જેમાં લેન્ડિંગ સાઈટનું સિલેક્શન પ્રોસેસિંગનું ૮૦ ટકા કામ અમદાવાદ સેન્ટરે કર્યું છે. ચંદ્રયાન-૨ વખતે જ્યાં ઉતરણ કરાયું હતું ત્યાં જ ફરીથી ઉતરણ કરાશે. આ માટે અમે ૪ બાય ૨.૫ કિલોમીટરનો વિસ્તાર નક્કી કર્યો છે અને તેમાં એક ચોક્કસ પોઝિશન પર વિક્રમ લેન્ડરને સ્થાપિત કરાશે. 

- ચંદ્રયાન-૩ મિશન પૂર્ર્વે અમદાવાદ, ચિત્રદુર્ગા, બેંગ્લોરમાં વિક્રમ લેન્ડર અને સેન્સરના ટેસ્ટ કરાયા 

ચંદ્રયાન-૨માં જે ખામીને કારણે ક્રેશ લેન્ડિંગ થયું તેવું ફરી ન થાય તે માટે ચંદ્રયાન - ૩ માટે ૨૧ ફેરફારો કરાયા છે, જેમાં હાર્ડવેર, સોફ્ટવેર અને અલ્ગોરિધમ પર મોટું કામ કરાયું છે. ઈસરોએ આ વખતે ફેલ્યોર ઓરિએન્ટેડ સિસ્ટમ પર વધુ ધ્યાન આપ્યું છે. ઉપરાંત અમદાવાદ, ચિત્રદુર્ગા અને બેંગ્લોર જેવી જગ્યાએ વિક્રમ લેન્ડર અને સેન્સરના ટેસ્ટ કરાયા છે. આ માટે ઈસરોએ ક્રેન ટેસ્ટ, ડ્રોન ટેસ્ટ, હેલિકોપ્ટર ટેસ્ટ કર્યા છે. આ સિવાય એન્જિન ફાયરને લઈને પણ ક્રેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 

- સેક-ઈસરોની કઈ ટેકનોલોજી વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાાન રોવરમાં જોવા મળે છે


ચંદ્રયાન 3 માં અમદાવાદ સેક-ઈસરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન : 8 કેમેરા અને રડાર અલ્ટીમેટર તૈયાર કર્યા 2 - image

- પ્રજ્ઞાાન રોવરમાં એક કેમેરા અમદાવાદ સેક-ઈસરોનો 

વિક્રમ લેન્ડર સફળતા પૂર્વક ચંદ્રની ધરતી પર સ્થાપિત થઈ જશે ત્યારે પ્રજ્ઞાાન રોવર ચંદ્રની ધરતી પર ફરવાનું શરુ કરશે, જેમાં ટોટલ બે કેમેરા લાગ્યા છે તેમાંનો એક કેમેરા અમદાવાદ સેક - ઈસરો સેન્ટર દ્વારા નિર્માણ કરાયો છે. આ કેમેરા ચંદ્રની સપાટી પરના જુદા જુદા એરિયાને કવર કરતા ફોટો 

કેપ્ચર કરશે. 

ચંદ્રયાન 3 માં અમદાવાદ સેક-ઈસરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન : 8 કેમેરા અને રડાર અલ્ટીમેટર તૈયાર કર્યા 3 - image

ka band radar altimeter (KaRA)

વિક્રમ લેન્ડરમાં લાગેલા કા બેન્ડ રડાર અલ્ટીમેટર સિસ્ટમ જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતીથી ૭.૫ કિલોમીટર ઊંચે હશે ત્યારે એક્ટિવ થઈ જશે અને સમગ્ર ડેટા ઈસરોના મુખ્ય સેન્ટર સુધી પહોંચાડશે. આ રડાર અલ્ટીમેટર લેન્ડિંગ દરમિયાન ઊંચાઈ માપવાનું પણ કાર્ય કરશે એ સિવાય લેન્ડિંગને લઈને વિગતે માહિતી પણ પહોંચાડશે. 

ચંદ્રયાન 3 માં અમદાવાદ સેક-ઈસરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન : 8 કેમેરા અને રડાર અલ્ટીમેટર તૈયાર કર્યા 4 - image

- વિક્રમ લેન્ડરના ૪ કેમેરા ડિઝાઈન કર્યા 

વિક્રમ લેન્ડરની ચારેય બાજુ ચાર કેમેરા હશે જે હાઈરિઝોલ્યુશન તસવીરો આપણને મોકલી આપશે, આ કેમેરાનું નિર્માણ અમદાવાદ સેક - ઈસરો સેન્ટર ખાતે કરાયું છે.

ચંદ્રયાન 3 માં અમદાવાદ સેક-ઈસરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન : 8 કેમેરા અને રડાર અલ્ટીમેટર તૈયાર કર્યા 5 - image

લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા લેન્ડિંગમાં પાયારૂપ ભૂમિકા ભજવશે

વિક્રમ લેન્ડરમાં કુલ બે લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરા વિક્રમ લેન્ડરનું 'હૃદય' કહેવાય તો ખોટું નથી. આ બે કેમેરા લેન્ડિંગ પોઝિશન દરમિયાન મદદ કરશે. જે લેન્ડિંગનો સમગ્ર ડેટા ઈસરોના મેઈન સેન્ટર સુધી પહોંચાડશે. આ બન્ને કેમેરા અમદાવાદ સેન્ટર દ્વારા તૈયાર કરાયા છે. જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતીથી ૭.૫ કિલોમીટર દૂર હશે ત્યારે ચંદ્રની જમીન પરનો તમામ ડેટા એકત્રિત કરી પૃથ્વી સુધી પહોંચાડશે. આ ડેટા એકત્રિત કરવાની કામગીરી કા બેન્ડ રડાર સિસ્ટમ કરશે. 

ચંદ્રયાન 3 માં અમદાવાદ સેક-ઈસરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન : 8 કેમેરા અને રડાર અલ્ટીમેટર તૈયાર કર્યા 6 - image

લેન્ડરની ઉતરણની સાઈટનું સિલેક્શન પણ અમદાવાદ સેન્ટર દ્વારા કરાયું છે 

ચંદ્રયાન-૩ મિશનમાં વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર ક્યાં ઉતરશે તેની વિવિધ તસવીરો એકત્રિત કરવાનું કાર્ય અને યોગ્ય પોઝિશન નક્કી કરવાનું કાર્ય અમદાવાદ સેક-ઈસરો સેન્ટર દ્વારા કરાયું છે. 

ચંદ્રયાન 3 માં અમદાવાદ સેક-ઈસરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન : 8 કેમેરા અને રડાર અલ્ટીમેટર તૈયાર કર્યા 7 - image

(KaRA)  ડિજિટલ સિસ્ટમ અને એચડીએ પ્રોસેસર

હેઝાર્ડ ડિટેક્શન કેમેરા અને કા બેન્ડ રડાર અલ્ટીમીટર  (KaRA) દ્વારા જે ડેટા એકત્ર કરાયો છે તે માટેનું પ્રોસેસર અમદાવાદ સેક-ઈસરો દ્વારા જ નિર્માણ કરાયું છે. 

Tags :