હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી
IMD Weather Forecast : દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય છે. આજે 4 ઓગસ્ટના રોજ દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં પવનો અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધીના અલગ-અલગ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે, ત્યારે ચાલી જાણીએ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.
આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં 5 અને 6 ઓગસ્ટના રોજ કેરળ અને તમિલનાડુના ઘાટ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે.
જ્યારે આગામી 7 દિવસ સુધી ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં 6-7 ઓગસ્ટના રોજ મરાઠવાડામાં, 7-8 ઓગસ્ટના રોજ કોંકણ, ગોવામાં અને 8 ઓગસ્ટના રોજ મધ્ય મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 5 થી 8 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
દિલ્હીમાં હવામાન કેવું રહેશે?
નવી દિલ્હીના પ્રાદેશિક હવામાન આગાહી કેન્દ્ર (RWFC) અનુસાર, આજે (4 ઓગસ્ટ) દિલ્હીમાં મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી હતું. હવામાન વિભાગે 10 ઓગસ્ટ સુધી રાજધાનીમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
IMD મુજબ, હિમાચલ પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો ઉત્તર તમિલનાડુ કિનારાથી દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, દક્ષિણ બાંગ્લાદેશ અને તેની આસપાસના વિસ્તારો પર ઉપલા હવાનું ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. હિમાચલ પ્રદેશ અને તેની આસપાસના જમ્મુ વિભાગ પર સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. ઉપર પશ્ચિમી વિક્ષેપ ચક્રવાતી પરિભ્રમણ તરીકે સક્રિય છે.
આ પણ વાંચો: 'વાદળો દ્વારા પર્વતોમાં પહોંચી રહી છે જીવલેણ ધાતુ...', હિમાલય અંગે ડરામણો રિપોર્ટ જાહેર
કયા રાજ્યમાં કેવું રહેશે હવામાન?
પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઓડિશા, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, તમિલનાડુ સહિતના વિસ્તારોમાં 10 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. જેમાં આગામી 7 દિવસ સુધી પશ્ચિમી હિમાલય પ્રદેશ અને મેદાની વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.