India

PHOTO : હિમાચલમાં મેઘરાજાનું તાંડવ, 62 લોકોના મોત, 56 લોકો ગુમ, કરોડોની સંપત્તિનું નુકસાન

By GS TEAM
2 Jul 20252 mins read
TukuTouch Logo
મેઘરાજા હિમાચલ પ્રદેશમાં ભારે તાંડવ મચાવી રહ્યા છે. અહીં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે રહેવાસીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 20 જૂનથી રાજ્યમાં ભારે વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. અહીં શિમલા, કુલ્લુ, શિમલા સહિતના શહેરો ભારે સંકટનો સામનો કરી રહ્યા છે. હિમાચલની સ્થિતિને લઈને હસમચાવી નાખતી તસવીરો પણ સામે આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PHOTO : હિમાચલમાં મેઘરાજાનું તાંડવ, 62 લોકોના મોત, 56 લોકો ગુમ, કરોડોની સંપત્તિનું નુકસાન

Himachal Monsoon : મેઘરાજા હિમાચલ પ્રદેશમાં ભારે તાંડવ મચાવી રહ્યા છે. અહીં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે રહેવાસીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 20 જૂનથી રાજ્યમાં ભારે વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. અહીં શિમલા, કુલ્લુ, શિમલા સહિતના શહેરો ભારે સંકટનો સામનો કરી રહ્યા છે. હિમાચલની સ્થિતિને લઈને હસમચાવી નાખતી તસવીરો પણ સામે આવી છે.


હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, રાજ્યમાં 8 જુલાઈ સુધી હવામાન ખરાબ રહેશે. 3 જુલાઈએ કાંગરા, કુલ્લુ, મંડી, શિમલા અને સિરમૌરમાં ભારે વરસાદ અને વાવાઝોડા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, 20 જૂનથી અત્યાર સુધીમાં 62 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 56 લોકો ગુમ છે. 103 લોકો ઈજાગ્રસ્ત થયા છે, 84 પશુઓ મૃત્યુ પામ્યા છે અને 223 ઘરોને નુકસાન થયું છે.


એકલા મંડીમાં 168 ઘરો ધરાશાયી થયા છે. આ દુર્ઘટનાને કારણે રાજ્યને અત્યાર સુધીમાં 283 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે, જેમાં જળ શક્તિ વિભાગને 163 કરોડ રૂપિયા અને જાહેર બાંધકામ વિભાગને 117 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાજ્યભરમાં 245 રસ્તા બંધ છે. આમાંથી સૌથી વધુ 151 રસ્તા મંડી જિલ્લામાં બંધ છે. કુલ્લુમાં 37 અને શિમલામાં 27 રસ્તાઓ પર વાહનવ્યવહાર ઠપ્પ છે.


રાજ્યમાં 918 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. અહીં પણ મંડી જિલ્લામાં સૌથી વધુ 489 ટ્રાન્સફોર્મર, હમીરપુરમાં 333 અને કુલ્લુમાં 65 ટ્રાન્સફોર્મર ખરાબ છે.


સોમવારે રાત્રે થુનાગ, ગોહર, કારસોગ, ધાર જારોલ અને પાંડવ શિમલા વિસ્તારોમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગનના જણાવ્યા અનુસાર, આ અકસ્માતોમાં અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થયા છે અને 34 લોકો ગુમ છે.


જિલ્લામાં 148 ઘરો નાશ પામ્યા છે, 31 વાહનોને નુકસાન થયું છે, બે દુકાનો તૂટી પડી છે અને 14 પુલ ધોવાઈ ગયા છે. લગભગ 162 પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 370 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.


5 જુલાઈથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ દિવસે, ઉના, કાંગડા અને મંડીમાં ઓરેન્જ એલર્ટ લાગુ રહેશે, જ્યારે બિલાસપુર, હમીરપુર, ચંબા, કુલ્લુ, શિમલા, સોલન અને સિરમૌરમાં યલો એલર્ટ લાગુ રહેશે.


6 જુલાઈએ ઉના, બિલાસપુર, કાંગડા, સિરમૌર, શિમલા અને મંડી જિલ્લામાં ફરીથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


7 જુલાઈએ ઓરેન્જ એલર્ટ અને 8 જુલાઈએ યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.


મુખ્યમંત્રી અને વિપક્ષના નેતાએ આજે ​​મંડીની મુલાકાત લીધી હતી. મંડીના થુનાગ સબ-ડિવિઝનમાં રસ્તાઓની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે રાહત સામગ્રી પહોંચાડવા માટે સંરક્ષણ મંત્રાલય અને ભારતીય વાયુસેના પાસેથી હવાઈ સહાય માંગી હતી.