Get The App

ઉદયપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટ: રાજકોટના 9 સહિત ગુજરાતના 15 વેપારીઓ રૂપલલનાઓ સાથે ઝડપાયા

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
ઉદયપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટ: રાજકોટના 9 સહિત ગુજરાતના 15 વેપારીઓ રૂપલલનાઓ સાથે ઝડપાયા 1 - image

Gujarat News: ઉદયપુરના સુખેર પોલીસે અબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા, જ્યાં દેહ વ્યાપારનો પર્દાફાશ થયો હતો. ઇવેન્ટના નામ પર દેહવેપારમાં સંડોવાયેલી 14 યુવતી સહિત 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ યુવતીઓ દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના અન્ય શહેરોથી આવી હતી. જોકે, તમામ આરોપીઓ ગુજરાતના વેપારીઓ હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચોઃ બાબા સિદ્દિકી હત્યા મામલે મોટી અપડેટ : માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તરની કેનેડામાં ધરપકડ

પોલીસે રિસોર્ટમાં દરોડા પાડ્યા

મળતી માહિતી મુજબ, પોલીસને અબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટના સંચાલક હર્ષવર્ધન શાહ અને મહિલા નરગિસ તરફથી બહારથી યુવતીઓ બોલાવીને દેહ વ્યાપાર ચાલાવાતો હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસે ટીમ બનાવી બોગસ ગ્રાહકો મોકલી તપાસ હાથ ધરી અને બાદમાં દરોડા પાડ્યા હતા. પોલીસે રિપોર્ટમાં દરોડા પાડ્યા તો મોટી સંખ્યામાં ગેરકાયદે ગતિવિધિઓ ચાલી રહી હતી. પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ હિન્દુ મહિલા સાથે લગ્ન કરવા બદલ જેલમાં ન રાખી શકાય..', સુપ્રીમ કોર્ટે મુસ્લિમ યુવકને જામીન આપ્યા