mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બબાલ વચ્ચે ભાજપે ઉઠાવ્યો તકનો લાભ, દિગ્ગજ કોંગ્રેસી નેતાને કરી ઓફર, 'આવી જાઓ રામના ઘરે...'

Updated: May 19th, 2024

બબાલ વચ્ચે ભાજપે ઉઠાવ્યો તકનો લાભ, દિગ્ગજ કોંગ્રેસી નેતાને કરી ઓફર, 'આવી જાઓ રામના ઘરે...' 1 - image


Lok Sabha Elections 2024 | લોકસભામાં વિપક્ષના નેતા અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી મમતા બેનરજી પ્રત્યે હંમેશા આક્રમક રહેવાને કારણે પોતાની જ પાર્ટીમાં અલગ પડી રહ્યા છે. જોકે હવે મમતા બેનરજીને લઈને ખડગે સાથે નિવેદનબાજી થતાં ભાજપે તકનો લાભ ઊઠાવ્યો છે અને અધીર રંજન ચૌધરીને ભાજપમાં જોડાયા ઓફર કરી દીધી છે. 

ખરેખર મામલો શું હતો? 

મમતા અને અન્ય ટીએમસી નેતાઓ વારંવાર અધીરને ભાજપના એજન્ટ ગણાવે છે. મમતાએ તાજેતરમાં કહ્યું હતું કે જો I.N.D.I.A. ગઠબંધન સરકાર બનશે તો ટીએમસી પણ બહારથી સમર્થન કરશે. ટીએમસી સુપ્રીમોના નિવેદન પર અધીર રંજને કહ્યું હતું કે મમતા પર વિશ્વાસ કરી શકાય નહીં. તેમના નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ટિપ્પણી કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે મમતા અંગે જે પણ નિર્ણય લેવામાં આવશે, તે ખડગે પોતે અથવા હાઈકમાન્ડ સોનિયા ગાંધી લેશે.

ખડગેના નિવેદન બાદ ભાજપે તક ઝડપી 

ખડગેના નિવેદન બાદ ભાજપે આ તક ઝડપી લીધી અને બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે અધીર રંજન ચૌધરીને પાર્ટી બદલવાની ઓફર કરી. સુકાંત મજુમદારે કહ્યું, 'હું અધીરદાને કહીશ કે જો તમે મમતા બેનરજી સામે લડવા ઈચ્છો છો તો કોઈ યોગ્ય જગ્યા શોધો. તમે જે ઘરમાં છો તે ભયાનકતાઓથી ભરેલું છે. ભયાનકતાનું ઘર છોડો. ચાલો રામના ઘરે આવી જાઓ. 

સોશિયલ મીડિયા પર ફેક મેસેજ ફેલાયો 

નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર પહેલાથી જ એક ફેક મેસેજ ફેલાયો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અધીર રંજન ચૌધરી જૂનમાં ભાજપમાં જોડાશે. જોકે, અધીરે વાયરલ મેસેજને નકારી કાઢ્યો છે. મલ્લિકાર્જુન ખડગે દ્વારા અધીરને આપવામાં આવેલી 'ચેતવણી' બાદ ફરી અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.


Gujarat