Get The App

ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી EMIમાં કનવર્ટ કરો છો તો નહી રહો Discount ના હકદાર, જાણો કેમ?

છુટક વેપારી મોટાભાગે ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરતા ગ્રાહકોને વિશેષ છુટ અથવા કેશબેક ઓફર આપતા હોય છે

Updated: Nov 21st, 2023

GS TEAM


Google News
Google News
ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી EMIમાં કનવર્ટ કરો છો તો નહી રહો Discount ના હકદાર, જાણો કેમ? 1 - image
Image Envato 

તા. 21 નવેમ્બર 2023, મંગળવાર 

Credit Card EMI Discounts: આજે મોટાભાગના લોકો વિવિધ ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે જો કે હવે તે સામાન્ય થઈ ગયું છે. ક્રેડિટ કાર્ડ સુવિધા, સુગમતા અને કેટલીક નવી નવી સુવિધાઓ આપે છે,  જેમા ખરીદનારાઓને માસિક હપ્તા (EMI) નો વિકલ્પ પણ મળતો હોય છે. જો કે આ સુવિધા મેળવવાથી ગ્રાહકોને કેટલાક મહિનાઓ સુધી રાહત મળી રહે છે. પરંતુ ગ્રાહક અજાણતા પોતાની લેવડ-દેવડ સાથે જોડાયેલી છુટથી વંચિત થઈ શકે છે. 

ક્રેડિટ કાર્ડ EMIને સમજો

ક્રેડિટ કાર્ડ EMI યુજર્સને પોતાની હાઈ-વેલ્યુની ખરીદીને માસિક પેમેન્ટમાં કનવર્ટ કરવાની મંજુરી આપે છે. આ સુવિધા ખાસ કરીને એ લોકો માટે આકર્ષક બને છે જેમને તાત્કાલિક ફાયનાન્સ પર કોઈ દબાણ આપ્યા વગર મહત્વપુર્ણ અધિગ્રહણ કરવા ઈચ્છે છે. જોકે કેટલાક ગ્રાહકો આ સમજવામાં નિષ્ફળ રહે છે કે EMIનો વિકલ્પ પસંદ કરવામાં મુળ ખરીદી સાથે જોડાયેલ છુટ અને પ્રમોશનની કિંમત ચુકવવી પડતી હોય છે. 

ક્રેડિટ કાર્ડની લેવડ- દેવડ અને છુટ

છુટક વેપારી મોટાભાગે ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરતા ગ્રાહકોને વિશેષ છુટ અથવા કેશબેક ઓફર આપવા માટે ક્રેડિટ કાર્ડ કંપનીઓ સાથે મળી લાભ આપતા હોય છે. આ પ્રમોશન સામાન્ય રીતે આ કાર્ડ ધારકોને પ્રોત્સાહન કરવા અને વેચાણ વધારવા માટે આ પ્રકારની ઓફર આપવામાં આવતી હોય છે. જો કે, આ ડિસ્કાઉન્ટને નિયંત્રિત કરતા નિયમો અને શરતો સ્પષ્ટ કરે છે કે લાભ માત્ર ખરીદીના સમયે સંપૂર્ણ રીતે ચુકવણી કરેલા  વ્યવહારો પર જ લાગુ પડે છે.

 

Tags :