For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આવો અવાજ આવે તો સમજવું કે તમારો ફોન થઇ રહયો છે રેકોર્ડ, ભારતમાં રેકોર્ડિગ ગણાય છે ગેરકાયદેસર

કોઇ પણ વ્યકિતને પુછયા વિના વાતો રેકોર્ડિગ કરીને સાંભળવી ગેર કાયદેસર છે

કોલ વચ્ચે સતત બીપ અવાજ આવતો રહે તો તે કોલ રેકોર્ડિગનો સંકેત છે

Updated: Dec 9th, 2022


નવી દિલ્હી,૯ ડિસેમ્બર,૨૦૨૨,શુક્રવાર 

એક સમયે રેકોર્ડિગ માટે ટેપ રેકોર્ડર જેવા ડિવાઇસ આવતા હતા જે બધા પાસે સરળતાથી ઉપલબ્ધ ન હતા. આજના ડિજિટલ જમાનામાં સ્માર્ટફોનમાં ફોન કોલ્સ અને અવાજ સરળતાથી રેકોર્ડિગ કરી શકાય છે. વોઇસ ડેટા સ્ટોરેજની ક્ષમતા પણ સારા એવા પ્રમાણમાં હોય છે. આજના સમયમાં ફોન પર અંગત અને વ્યવસાયિક હેતુંથી ખૂબ સમય પસાર કરવો પડે છે.

કેટલાક તો લાંબા સમય સુધી ફોન પર વાત કરવા ટેવાયેલા હોય છે. આવા સંજોગોમાં ડાયલર કે રીસિવર ફોન રેકોર્ડ કરવાની આદત ધરાવતા હોય છે. ફોનમાં ડિફોલ્ટ પણ રેકોર્ડિગ સુવિધા હોય છે રેકોર્ડિગ એપ પણ મળે છે.સાબીતી પુરાવા ઉપરાંત ફરી સાંભળવા માટે પણ રેકોર્ડિગનો ઉપયોગ થાય છે. આવા સંજોગોમાં કોલરની પ્રાઇવસીનો ભંગ થાય છે. કોઇ પણ વ્યકિતને પુછયા વિના વાતો રેકોર્ડિગ કરે અને સાંભળે તે ગેરકાયદેસર છે. આને લગતી ફરીયાદ પણ નોંધાવી શકાય છે તેમ છતાં ફોન રેકોર્ડ સાવ સામાન્ય બની ગયા છે. કયારેક આનાથી અંગત જીવન પર પણ અસર થતી હોય છે કયારેક વ્યવસાયિક મુશ્કેલી પણ થતી હોય છે.


કોઇ બ્લેક મેલિંગ માટે પણ આનો ઉપયોગ કરી શકે છે. આથી તમારો ફોન રેકોર્ડ થઇ રહયો છે કે નહી તે જાણવું અત્યંત જરુરી છે. જો ફોન કોલ્સની વચ્ચે આપને સતત બીપ અવાજ આવતો રહે તો તે કોલ રેકોર્ડિગનો સંકેત આપે છે. મોબાઇલમાં ડિફોલ્ટ રેકોર્ડિગ સિસ્ટમ હોય છે તેમાં યોર કોલ ઇઝ નાઉ બીઇંગ રેકોર્ડેડ એવો અવાજ કોલર અને રિસીવર એમ બંને છેડે સંભળાય છે

આથી ખ્યાલ આવી જાય છે પરંતુ રેકોર્ડિગ એપમાં કોઇ મેસેજ આવતો નથી. ફોન રેકોર્ડિગની સમસ્યા વધવાથી ગૂગલ દ્વારા કોલ રેકોર્ડિગ એપ બંધ કરવામાં આવી છે. કોલ રેકોર્ડિગ એપ જે તે વ્યકિતની પ્રાઇવસીનો ભંગ કરે છે. આથી હવે ડાયલર એપમાં કોલ રેકોર્ડ થતો હોયતો સ્પષ્ટ મેસેજ સંભળાય છે. 

Gujarat