Get The App

હું બાંગ્લાદેશ જવા ઇચ્છું છું પરંતુ પહેલા ત્યાં સંપૂર્ણ લોકશાહી સ્થપાવી જોઈએ' : શેખ હસીના

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
હું બાંગ્લાદેશ જવા ઇચ્છું છું પરંતુ પહેલા ત્યાં સંપૂર્ણ લોકશાહી સ્થપાવી જોઈએ' : શેખ હસીના 1 - image

- આવામી લીગ વિપક્ષમાં બેસવા પણ તૈયાર છે રંતુ લોકોને પ્રતિનિધિઓ ચૂંટવાનો અધિકાર હોવો જોઈએ : સામાન્ય નાગરિક પછી તે ગમે તે પક્ષનો, ધર્મનો હોય તેને રક્ષણ મળવું જોઈએ

નવી દિલ્હી : પાટનગર સ્થિત અજ્ઞાત સ્થળે રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું હતું કે, હું સ્વદેશ જવા ઇચ્છું છું પરંતુ પહેલા ત્યાં સંપૂર્ણ લોકશાહી સ્થપાવી જોઈએ અને લોકોની ચૂંટાયેલી સરકાર હોવી જોઈએ. ગેરકાયદે અને કટ્ટરપંથીઓએ આપેલા ટેકાથી રચાયેલી સરકાર દેશને અંધકાર તરફ લઈ જઈ શકે તેમ છે.

તેઓએ આ મુલાકાતમાં દેશનાં ભવિષ્ય અંગે પણ પોતાની આશંકા દર્શાવી હતી. તેઓએ કહ્યું અમારા પક્ષ 'આવામી લીગ'ને ચૂંટણી પ્રક્રિયામાંથી બહાર રાખવો તે વિધિસરનું નથી તે ચૂંટણીઓ એક ચૂંટાયા સિવાયની સરકાર દ્વારા તૈયાર કરાયેલા અને અસંવૈધાનિક માળખા નીચે કરવામાં આવશે મારે મજબૂરીથી અન્ય દેશમાં શરણ લેવું પડયું છે. આવામી લીગને જનતાએ નવ વખત ચૂંટી કાઢી તેને જ ચૂંટણી લડવાથી રોકવામાં આવી છે તેથી લાખ્ખો મતદારોનો લોકતાંત્રિક અધિકાર છીનવી લેવાયો છે.

તેઓએ આગળ કહ્યું આવામી લીગ સરકારમાં હોય કે વિપક્ષમાં હોય પરંતુ તેની ઉપેક્ષા થઈ શકે તેમ જ નથી. દેશના હિતમાં તેની ઉપર મુકાયેલા પ્રતિબંધો દૂર કરવા જ જોઈએ. જો તેમ નહીં થાય તો બાંગ્લાદેશ તે તક ગુમાવી દેશે કે જ્યારે એવી સરકાર ત્યાં રચી શકાય કે જે જનતાની સહમતિથી શાસન કરે. બાંગ્લાદેશ સ્થિરતા ઇચ્છે છે અને પ્રતિબંધોનું વિષચક્ર હવે પૂરું જ થવું જોઈએ.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, લોકોને તેમની સરકાર રચવાનો અધિકાર મળવો જોઈએ અને સામાન્ય નાગરિક તે પછી ગમે તે પક્ષના હોવું કોઈપણ ધર્મનો હોય પરંતુ તેને સંપૂર્ણ રક્ષણ મળવું જોઈએ.