Get The App

મહારાષ્ટ્રમાં 'આઈ લવ મોહમ્મદ'ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો, પોલીસનો લાઠીચાર્જ, 30ની ધરપકડ

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાં 'આઈ લવ મોહમ્મદ'ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો, પોલીસનો લાઠીચાર્જ, 30ની ધરપકડ 1 - image


Maharastra News: મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં મોટી બબાલ થઈ હતી. અહીં 'આઈ લવ મોહમ્મદ'ની રસ્તા પર રંગોળી તૈયાર કરવાથી મામલો બીચક્યો હતો. પોલીસે જણાવ્યું કે 'અમુક અરાજક તત્ત્વોએ રસ્તા પર 'આઈ લવ મોહમ્મદ'ની રંગોળી બનાવતા મુસ્લિમ સમુદાયના લોકોએ તેને પયગમ્બર સાહેબનું અપમાન ગણાવ્યું હતું. જેના પગલે વાયુ વેગે આ અહેવાલ વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી અને પોલીસ સ્ટેશનની સામે જ દેખાવો કરવાની શરૂઆત કરાઈ હતી.' 

એકની ધરપકડ, બે સામે કેસ 

પોલીસના જણાવ્યાનુસાર, ઘટનાને ધ્યાનમાં લેતા સ્થિતિને કાબુમાં કરીને જે લોકોએ આ રંગોળી બનાવી હતી તેમને પકડી લેવામાં આવ્યા અને બે લોકો સામે કેસ દાખલ કરાયો. આ મામલે હાલ એક આરોપી પોલીસની કસ્ટડીમાં છે. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે અમુક જગ્યાએ લાઠીચાર્જ પણ કર્યો હતો. 



અફવાઓ પર ધ્યાન ન આપતા: પોલીસ 

પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ અનેક જગ્યાએ લોકોને સમજાવ્યા કે આ મામલે પોલીસ કાર્યવાહી કરી લેવામાં આવી છે, તેમ છતાં અમુક લોકોએ દેખાવો ચાલુ રાખ્યા હતા. પોલીસે કહ્યું કે, 'અમે વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત વધાર્યો છે અને દરેક લોકોને અફવાઓ પર ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી છે.'

Tags :