...તો શું જેડીયુ 14 એન્કરોના બહિષ્કારના સમર્થનમાં નથી? નીતિશ કુમારના નિવેદનથી મળ્યાં આવા સંકેત
INDIA ગઠબંધનની મીડિયા સંબંધિત સમિતિએ 14 ટીવી એન્કરોની યાદી જાહેર કરી હતી જેમના શોમાં કોઈ પ્રતિનિધિને નહીં મોકલવાનો નિર્ણય લેવાયો હતો
નીતીશ કુમારે મોટું નિવેદન આપતાં કહ્યું કે મને આ મામલે કોઈ જાણકારી નથી પણ હું હંમેશા પ્રેસની આઝાદીની તરફેણમાં રહ્યો છું
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વિપક્ષના ગઠબંધન INDIA ના સભ્યો દ્વારા જુદી જુદી ટીવી ચેનલોના 14 એન્કરોનો બહિષ્કાર કરવાના નિર્ણય વિશે તેમને કોઈપણ પ્રકારની જાણકારી ન હોવાની માહિતી આપતાં ચર્ચા જગાવી છે. નીતીશ કુમારે કહ્યું હતું કે INDIA ગઠબંધનના કેટલાક સભ્યોને લાગ્યું હશે કે ટીવી એન્કરો સાથે તેમને તકલીફ છે એટલા માટે તેમણે આ નિર્ણય લીધો હશે.
પત્રકારો સાથેની વાતચીતમાં નીતીશે કર્યો મોટો વાયદો
પત્રકારો સાથેની વાતચીતમાં નીતીશ કુમારે મોટું નિવેદન આપતાં કહ્યું કે મને આ મામલે કોઈ જાણકારી નથી પણ હું હંમેશા પ્રેસની આઝાદીની તરફેણમાં રહ્યો છું. જેના પર કેન્દ્રમાં સત્તામાં બિરાજિત સતત હુમલો કરાઈ રહ્યો છે. હું વર્તમાન સરકારને પરાસ્ત કર્યા બાદ તમને તમારા વ્યવસાયમાં સંપૂર્ણ આઝાદી આપવાનો આશ્વાસન આપું છું.
નીતીશ કુમારે કહ્યું - હું પત્રકારોના સમર્થનમાં
નીતીશ કુમારે કહ્યું કે હું પત્રકારોના સમર્થનમા છું. જ્યારે બધાને સંપૂર્ણ આઝાદી મળશે તો પત્રકારો એ જ લખશે જે તે ઈચ્છે છે. શું તે નિયંત્રિત છે? શું મેં ક્યારેય આવું કર્યું છે? તેમની પાસે અધિકારો છે. હું કોઈનો વિરોધી નથી. ઉલ્લેખનીય છે કે INDIA ગઠબંધનની મીડિયા સંબંધિત સમિતિએ 14 ટીવી એન્કરોની યાદી જાહેર કરી હતી જેમના શોમાં કોઈ પ્રતિનિધિને નહીં મોકલવાનો નિર્ણય લેવાયો હતો.