Get The App

'મારો DNA પણ ભારતીય...' ઇન્ડોનેશિયન પ્રમુખની વાત સાંભળતાં જ PM મોદી હસી પડ્યા !

Updated: Jan 27th, 2025

GS TEAM

Google News
Google News
'મારો DNA પણ ભારતીય...' ઇન્ડોનેશિયન પ્રમુખની વાત સાંભળતાં જ PM મોદી હસી પડ્યા ! 1 - image

Prabowo Subianto : 

પ્રજાસત્તાક દિવસના સમારોહના અવસર પર શનિવારે સાંજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોની સાથે આ ભોજન સમારોહમાં ઇન્ડોનેશિયાનું એક પ્રતિનિધિમંડળ પણ પહોંચ્યું હતું. ડિનરમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ એક એવી વાત કહી જેને સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ હસી પડ્યા. 

જ્યારે રાષ્ટ્રપતિ સુબિયાન્ટોની વાત પર હસી પડ્યા પીએમ મોદી

રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ કહ્યું હતું કે મારી અંદર ભારતીય ડીએનએ છે. પ્રબોવો સુબિયાન્ટોએ કહ્યું, 'થોડા અઠવાડિયા પહેલાં મેં મારો જેનેટિક સીક્વેંસિંગ ટેસ્ટ અને ડીએનએ ટેસ્ટ કરાવ્યો તો તેમણે મને કહ્યું કે મારી પાસે ભારતીય ડીએનએ છે. બધાને ખબર છે કે જ્યારે હું ભારતીય સંગીત સાંભળું છું, તો હું નાચવાનું શરુ કરી દઉં છું.'

જ્યારે ઇન્ડોનેશિયાઇ ડેલિગેશને ગાયું 'કુછ કુછ હોતા હૈ'

ડિનરમાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોની સાથે આવેલા ઇન્ડોનેશિયા ડેલિગેશને બૉલીવુડનું ગીત 'કુછ કુછ હોતા હૈ' ગાયું. ઇન્ડોનેશિયાઇ ડેલિગેશન જેમાં વરિષ્ઠ મંત્રી પણ સામેલ હતા, તેમણે ગીત વડે મહેફીલ જમાવી દીધી છે. ત્યાં હાજર તમામ લોકોએ આ ગીતનો આનંદ માણ્યો. આ ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયો. 

તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભારતની પોતાની પહેલી રાજકીય યાત્રા પર છે. તે ભારતના 76મા પ્રજાસત્તાક સમારોહના મુખ્ય મહેમાન હતા. શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના નેતૃત્વમાં દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી. તેમાં રક્ષા, વ્યાપાર અને સાંસ્કૃતિક સંબંધો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી.