India

4 જ કલાકમાં બે ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, તિરૂપતિ જતાં વિમાને અધવચ્ચેથી જ લીધો યુટર્ન

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ફ્લાઈટના ઉડાન અને ઉત્તરાણ સમયે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ફ્લાઈટના તમામ પાર્ટ્સની ઝીણવટપૂર્વક ચકાસણી થઈ રહી છે. જેના લીધે રોજબરોજ વિવિધ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીના અહેવાલો મળી રહ્યા છે. આજે દિલ્હીથી લેહ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સામે આવ્યા બાદ સ્પાઈસજેટની હૈદરાબાદથી તિરૂપતિ માટે જતી ફ્લાઈટનું ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ થયુ હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

4 જ કલાકમાં બે ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, તિરૂપતિ જતાં વિમાને અધવચ્ચેથી જ લીધો યુટર્ન

Hyderabad-Tirupati SpiceJet Flight Returns: અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ફ્લાઈટના ઉડાન અને ઉત્તરાણ સમયે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ફ્લાઈટના તમામ પાર્ટ્સની ઝીણવટપૂર્વક ચકાસણી થઈ રહી છે. જેના લીધે રોજબરોજ વિવિધ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીના અહેવાલો મળી રહ્યા છે. આજે દિલ્હીથી લેહ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સામે આવ્યા બાદ સ્પાઈસજેટની હૈદરાબાદથી તિરૂપતિ માટે જતી ફ્લાઈટનું ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ થયુ હતું.

હૈદરાબાદથી તિરૂપતી જઈ રહેલી સ્પાઈસજેટની SG 2696 ફ્લાઈટમાં ટૅક ઑફની થોડી ક્ષણો બાદ ટેક્નિકલ ખામી જોવા મળી હતી. જેના લીધે પાયલટે સમયસૂચકતા વાપરી ફ્લાઈટનું પરત હૈદરાબાદ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ સ્પાઈસજેટના Q400 એરક્રાફ્ટમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતાં. 

તિરૂપતિ જવા માટે અન્ય ફ્લાઈટની વ્યવસ્થા

સ્પાઈસજેટે જણાવ્યું હતું કે, પાયલટે સાવચેતીના પગલાંના  ભાગરૂપે ફ્લાઈટ પાછી હૈદરાબાદ વાળવાનો નિર્ણય લીધો હતો. યુ ટર્ન સમયે કેબિનનું પ્રેશર સામાન્ય રહ્યું હતું. એરક્રાફ્ટ સુરક્ષિત લેન્ડ થયુ છે. જે ઈમરજન્સી લેન્ડિંગ ન હતું. મુસાફરોને અગવડ ન પડે તે માટે તિરૂપતિ માટે અન્ય એક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

ઈન્ડિગોની દિલ્હીથી લેહ જતી 6E 2006 ફ્લાઈટનું આજે ગુરૂવારે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. વિમાન ટૅક ઑફ  થયાના થોડી જ ક્ષણોમાં તેમાં ટેક્નિકલ ખામી આવી હતી. જેના લીધે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. ફ્લાઈટ સુરક્ષિતપણે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. વિમાનમાં 182 પેસેન્જર સવાર હતા. તે તમામ સુરક્ષિત હોવાનું ઈન્ડિગોએ જણાવ્યું હતું.