‘તુ મારી નહીં તો કોઈની નહીં...', HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારાજ હતો યુવક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hyderabad HIV Case : હૈદરાબાદમાં HIV પોઝિટિવ યુવકના કારણે 22 વર્ષિય યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટ મુજબ યુવક અને યુવતી વચ્ચે લગ્ન થવાના હતા, જોકે તે પહેલા યુવતીને ચેપની જાણ થતાં તેણીએ યુવક સાથે સંબંધો તોડી નાખ્યા હતા, જેના કારણે યુવક નારાજ થયો હતો અને તેણે મંગેતરને બોલાવીને ચેપી લોહીનું ઈન્જેક્શન આપી દીધું હતું. આ જ કારણે યુવતીએ નારાજ થઈને આત્મહત્યા કરી લીધી છે.
યુવતીને HIV ચેપનું લોહીનું ઈન્જેક્શન અપાયું
પરિવારજનોએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગતા મહિને એક સંબંધીએ યુવતીને બળજબરીથી એચઆઈવી ચેપનું લોહીનું ઈન્જેક્શન આપ્યું હતું. આ ઘટના 11 માર્ચે થઈ હતી, જ્યારે યુવતીના પરિવારને તે યુવક એચઆઈવી પોઝિટિવ હોવાની માહિતી મળી હતી. ત્યારપછી પરિવારે લગ્નનો ઈન્કાર કરી દીધો હતો.
ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ મળી
યુવતીએ દાદીના ઘરે ફાંસો ખાધો હોવાની માહિતી સામે આવી છે. ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવે છે. પ્રાથમિક તપાસ મુજબ પોલીસે કહ્યું કે, ‘યુવતીએ HIV યુવક સાથે લગ્ન તોડી નાખ્યા હોવાની સોશિયલ મીડિયા પર માહિતી વાયરલ થઈ હતી, જેના કારણે યુવતી પરેશાન થઈ હતી.
આ પણ વાંચો : બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત શિવરાજ સિંહ ચૌહાણ કરશે, ભાજપે સોંપી જવાબદારી
આરોપી યુવતીને લગ્ન કરવા મજબૂર કરવા માંગતો હતો
પોલીસે જણાવ્યું કે, આરોપી અને મૃતક યુવતી સંબંધી હતા. અગાઉ બંનેના પરિવારજનોએ તેમના લગ્ન નક્કી કરી દીધા હતા. જોકે સપ્ટેમ્બરમાં મેડિકલ તપાસ બાદ યુવક એચઆઈવી પોઝિટિવ હોવાની જાણ થઈ હતી. આ કારણે યુવતીના પરિવારે લગ્ન તોડી નાખ્યા હતા. ત્યારપછી આરોપી યુવતીને લગ્ન કરવા માટે મજબૂર કરવા માંગતો હતો, જેના કારણે તેણે કથિતરીતે યુવતીને બળજબરીથી ચેપી લોહીનું ઈન્જેક્શન માર્યું હતું.
લગ્ન તૂટતા યુવકે યુવતીને ધમકી આપી
લગ્ન તૂટી ગયા બાદ યુવકે યુવતીને કહ્યું કે, જો તું મારી ન થઈ શકે તો તું બીજાની પણ ન થઈ શકે. હું તને બીજાની નહીં થવા દઉ. ઘટના બાદ યુવતીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પછી તેણીનું મોત થઈ ગયું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. પોચારમ આઈટી કૉરિડોર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો કેસ દાખલ કરીને પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ છે.
આ પણ વાંચો : અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ 'ધ્રૂવાસ્ત્ર' સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે








