India

બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

By GS TEAM
2 Dec 20251 min read
TukuTouch Logo
હૈદરાબાદથી કુવૈત જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો હતો, જેના પગલે વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા વિમાનને એરપોર્ટના આઇસોલેશન બે (Isolation Bay)માં મોકલી દીધું છે અને તેની સઘન તપાસ શરૂ કરી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

Indigo Plane Bomb Threat  : હૈદરાબાદથી કુવૈત જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો હતો, જેના પગલે વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા વિમાનને એરપોર્ટના આઇસોલેશન બે (Isolation Bay)માં મોકલી દીધું છે અને તેની સઘન તપાસ શરૂ કરી દીધી છે.

હૈદરાબાદથી કુવૈત માટે ઉડાન ભરી હતી 

પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સવારે ઈન્ડિગોની ફ્લાઈટે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કુવૈત માટે ઉડાન ભરી હતી. ફ્લાઇટ ટેક-ઓફ થયાના થોડા સમય બાદ, હૈદરાબાદ એરપોર્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વિમાનમાં બોમ્બ છે.

આ ગંભીર ધમકીને પગલે, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ તાત્કાલિક પગલાં લેતા ફ્લાઇટને મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરી દીધી હતી. મુંબઈમાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યા બાદ, તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. એરલાઈન દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, લેન્ડિંગ બાદ વિમાનને આઇસોલેશન પાર્કમાં લઈ જવામાં આવ્યું, જ્યાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) અને અન્ય સુરક્ષા ટીમોએ સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, અત્યાર સુધી તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો નથી.