હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમિનાર નજીક ઈમારતમાં ભીષણ આગ, 17ના મોતની આશંકા
Hyderabad Fire Broke: હૈદરાબાદના ઐતિહાસિક ચારમિનાર નજીક ગુલઝાર હાઉસમાં રવિવારે સવારે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી છે. આ આગમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હોવાની આશંકા છે. તેમજ 10થી વધુ લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.
રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઉપયોગ ધરાવતી એક ઇમારતમાં આગ લાગવાની ઘટના રવિવારે સવારે 5.30 વાગ્યે બની હતી. જેમાં મોટાભાગના રહેવાસીઓ ગાઢ નિંદ્રામાં હતાં. આગ ત્રણ માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના કોમર્શિયલ ભાગમાં આવેલા જ્વેલરી સ્ટોરમાંથી શરૂ થઈ હતી, બાદમાં આખી ઈમારતમાં આગ ફેલાઈ હતી. ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવાથી ઘણા લોકોના મોત નીપજ્યા હતાં.
17 people have lost their lives in the fire incident that broke out in a building in Gulzar House near Charminar in #Hyderabad earlier today: Telangana Fire Disaster Response Emergency & Civil Defence pic.twitter.com/kgj1o7oivj
— DD News (@DDNewslive) May 18, 2025
બચાવ અને રાહત કામગીરી ચાલુ
આગની જાણ થતાં 11 ફાયર બ્રિગેડની ગાડીઓ બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ છે. લંગર હાઉસ, મોગલપુરા, ગૌલગુડા, રાજેન્દ્ર નગર, ગાંધી આઉટપોસ્ટ, અને સાલારજંગ મ્યુઝિયમ સ્ટેશનોમાંથી ફાયરબ્રિગેડ પહોંચી છે. આ સિવાય બ્રોન્ટો સ્કાયલિફ્ટ, 3 વોટર ટેન્ડર અને એફ ફાયર ફાઈટિંગ રોબોટની મદદ લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. પીએમઓએ મૃતકોના પરિવારજનોને રૂ. બે લાખ અને ઘાયલોને રૂ. 50,000ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. પીએમઓએ X પર લખ્યું છે, તેલંગાણાના હૈદરાબાદમાં આગની મોટી દુર્ઘટનાના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. ઈજાગ્રસ્તો માટે ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું.
આગ લાગવા પાછળનું કારણ