હુરુન ઈન્ડિયાની યાદીમાં ૧૨,૫૦૦ કરોડની સંપત્તિ સાથે દિવ્યાંક તુરાખિયા પ્રથમ ક્રમે
દેશના ૪૦ વર્ષથી નીચેના ઉદ્યોગ સાહસિકોનું લિસ્ટ જાહેર
૪૦ વર્ષથી નીચેના ૪૦ ઉદ્યોગ સાહસિકોમાં ફ્લિપકાર્ટના બિન્ની અને સચિન, ઝીરોધાના નિખિલનો ટોપ-૧૦માં સમાવેશ
હુરુન ઈન્ડિયાએ ૪૦ વર્ષથી નીચેના ૪૦ ઉદ્યોગ સાહસિકોની યાદી જાહેર કરી હતી, જેમાં ૧૨,૫૦૦ કરોડ રૃપિયાની સંપત્તિ સાથે દિવ્યાંક તુરખિયા પ્રથમ ક્રમે રહ્યા હતા. નકુલ અગ્રવાલ અને રિતેશ અરોરોની સંપત્તિ ૧૨,૪૦૦ કરોડ આંકવામાં આવી હતી. આ યાદીમાં ટોપ-૧૦માં ઝીરોધાના નિખિલ કામનાથ અને ફ્લિપકાર્ટના બિન્ની અને સચિન બંસલનો સમાવેશ થતો હતો.
હુરુન ઈન્ડિયાએ ૪૦ વર્ષથી નીચેના ૪૦ કરોડપતિઓની યાદી જાહેર કરી હતી. એમાં મીડિયા નેટના ૩૯ વર્ષના દિવ્યાંક તુરખિયા ૧૨,૫૦૦ કરોડ રૃપિયાની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે રહ્યા હતા. બ્રાઉઝર સ્ટેકના નકુલ અગ્રવાલ અને રિતેશ અગ્રવાલને અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ અપાયો હતો.
નેહા નારખેડેની સંપત્તિ ૧૨,૨૦૦ કરોડ આંકવામાં આવી હતી અને તેને આ યાદીમાં ચોથો નંબર મળ્યો હતો. ઝીરોધાના નિખિલ કામથની સંપત્તિ ૧૧,૧૦૦ કરોડ રૃપિયા અંદાજવામાં આવી હતી અને તેને પાંચમો ક્રમ મળ્યો હતો. રાજુ રવીચંદ્રન, ભાવિશ અગ્રવાલ, ઓરાવેેલના રિતેશ અગ્રવાલ વગેરે ઉદ્યોગ સાહસિકો આ યાદીમાં સ્થાન પામ્યા હતા.
તે ઉપરાંત આ યાદીમાં ફ્લિપકાર્ટના બિન્ની અને સચિન પણ ટોપ-૧૦માં સામેલ થયા હતા. આ યાદીમાં સમાવેશ કરાયેલા તમામની સંપત્તિ ૧૦૦૦ કરોડ કરતાં વધુ હતી.
----
૪૦ વર્ષથી નીચેના ૧૦ ધનવાન ઉદ્યોગ સાહસિકો
ક્રમ નામ સંપત્તિ (કરોડમાં) કંપની
૧ દિવ્યાંક તુરખિયા ૧૨,૫૦૦ મીડિયાનેટ
૨ નકુલ અગ્રવાલ ૧૨,૪૦૦ બ્રાઉઝરસ્ટેક
૩ રિતેશ અરોરા ૧૨,૪૦૦ બ્રાઉઝરસ્ટેક
૪ નેહા નારખેડે ૧૨,૨૦૦ કોન્ફ્યુએન્ટ
૫ નિખિલ કામથ ૧૧,૧૦૦ ઝીરોધા
૬ રાજુ રવીચંદ્રન ૮,૧૦૦ થિંક એન્ડ લર્ન
૭ બિન્ની બંસલ ૮,૦૦૦ ફ્લિપકાર્ટ
૮ સચિન બંસલ ૭,૮૦૦ ફ્લિપકાર્ટ
૯ ભાવિશ અગ્રવાલ ૭,૫૦૦ એએનઆઈ ટેકનોલોજી
૧૦ રિતેશ અગ્રવાલ ૬,૩૦૦ ઓરેવલ સ્ટેઝ