Get The App

'આત્મા' યોજનાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારમાં જંગી વધારો

Updated: Feb 17th, 2022

GS TEAM

Google News
Google News
'આત્મા' યોજનાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારમાં જંગી વધારો 1 - image


અમદાવાદ, તા. 17 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત સબ-મિશન ઓન એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન હેઠળ આત્મા યોજનાની મોડીફાઈડ ગાઈડલાઈન-2018 મંજુર કરીને રાજ્યોને આત્માની રિવાઈઝડ ગાઈડલાઈન-2018 પ્રમાણે અમલીકરણ કરવા જણાવાયું છે. જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત “સપોર્ટ ટુ સ્ટેટ એક્સ્ટેન્શન પ્રોગ્રામ ફોર એક્સ્ટેન્શન રીફોર્મ (આત્મા) યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારિત કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 

આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે  જણાવ્યું હતું કે  ખેડુત મિત્રના કન્ટીજંસી ખર્ચમાં રૂ. 6,000ના બદલે રૂ. 12,000 વાર્ષિક તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજરના માનદવેતનમાં રૂ. 25,000ના બદલે રૂ. 30,000 અને આસીસ્ટન્ટ ટેકનોલજી મેનેજરના માનદ વેતનમાં રૂ. 15,000ના બદલે રૂ. 20,000 માસિક વેતન ચૂકવવાનો નિર્ણય કરાયો છે. આ  નિર્ણયના પરિણામે રાજ્યમાં આત્મા યોજનાની વિવિધ જગ્યાઓ પર કામ કરતા કર્મચારીઓનો પગાર વધારાનો પ્રશ્નનો હલ થયો છે. 

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા અદ્યતન ગાઈડલાઈન મુજબ આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત માનવબળ માટે 10% ઇન્ક્રીમેન્ટની જોગવાઇ કરવામાં આવેલ છે. જેને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત જગ્યાઓ પર કામ કરતા સ્ટેટ કો-ઓર્ડિનેટર, નાયબ નિયામક, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરના પગારમાં ઘણા વર્ષથી પડતર 10% ઇજાફાને મંજુર કરવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા સંચાલિત એગ્રીકલચર ટેકનોલજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા) ગુજરાત રાજયમાં પ્રાયોગિક ધોરણે 2005માં અમલમાં આવી હતી. આ યોજનાનું મુખ્ય કાર્ય જીલ્લાની તમામ કૃષિ વિષયક સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવાનું છે. ‘આત્માં’ યોજના હેઠળ જીલ્લાના તમામ ખેડૂતો માટે તેમની જરૂરિયાત આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગ્રામ્ય  કક્ષાએ જાહેર સંસ્થાજઓ, ખાનગી સંસ્થાઓ, એનજીઓ, પેરા એકસ્ટેાન્શતન વર્કર અને પ્રાઈવેટ ઈનપુટ ડીલરના સહિયારા પ્રયત્નોંથી રસ ધરાવતા ખેડૂતોના જૂથો (ફાર્મર્સ ઈન્ટ રેસ્ટે ગૃપ્સમ)ની રચના કરવી એ પાયાની પ્રવૃત્તિ છે.

Tags :