VIDEO: અચાનક ટ્રેનમાં આગ લાગતા મુસાફરો કૂદ્યા, હાવડા-નવી દિલ્હી સુપરફાસ્ટમાં બની ઘટના
Train Fire Broke Near Jamtara: હાવડા-નવી દિલ્હી રેલવે માર્ગ પર સોમવારે મોટી દુર્ઘટના ટળી છે. ટાટા 18184 સુપરફાસ્ટ ટ્રેનના એક ડબ્બામાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી હતી. જામતાડા જિલ્લાના કાલાઝરિયા રેલવે ટ્રેક નજીક આ દુર્ઘટના બની હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે, અચાનક ટ્રેનના એક ડબ્બામાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો, બાદમાં અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. જેથી મુસાફરો ભયભીત બન્યા હતા. મુસાફરો ટ્રેનમાંથી કુદવા લાગ્યા હતા. લોકો પાયલટે સુઝબૂઝ સાથે ટ્રેનને તુરંત રોકી હતી. પેસેન્જર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જેથી કોઈ જાનહાનિ બની ન હતી.
રેલવે સ્ટાફે આગ પર કાબૂ મેળવ્યો
રેલવે સ્ટાફે ફાયર એક્સટિંગ્વિશરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુઝાવાની કામગીરી લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. રેલવે સ્ટાફે સમજદારી પૂર્વક કામગીરી હાથ ધરતાં આગ પર કાબૂ મેળવાયો હતો. વર્તમાન રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, ડબ્બાના અંડર-ગિયરમાં શોર્ટ-સર્કિટ થતાં આગ લાગી હતી. જેથી મુસાફરો ભયભીત બન્યા હતા અને ટ્રેનમાંથી કુદવા લાગ્યા હતા. જામતાડા સ્ટેશન પર પહોંચ્યા બાદ ટ્રેનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. ઘટનાની વિસ્તૃત તપાસ ચાલી રહી છે.